Fighter Plane Crash In Rajasthan: રાજસ્થાનના હનુમાનગઢમાં ભારતીય વાયુસેનાનું એક ફાઈટર વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલટ સુરક્ષિત છે પરંતુ આ વિમાન ક્રેશની આ દુર્ઘટનામાં 3 ગ્રામીણોના મોત થયા છે. તેઓ આ ક્રેશ થયેલા વિમાનની ઝપેટમાં આવી જતા મોત નિપજ્યાં. આ વિમાન સુરતગઢથી ઉડ્યું હતું. 


બંગાળની ખાડીમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે 'મોચા' વાવાઝોડું, આ રાજ્યોમાં અલર્ટ!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળમાં બોટ ડૂબી, અત્યાર સુધીમાં 22 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ


રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું, વસુંધરા રાજેનો ગેહલોતને ખુલ્લો પડકાર, જાણો શું કહ્યું


હટાવવામાં આવી રહ્યા છે મિગ વિમાનો
મિગ 21 ક્રેશની હાલની ઘટનાઓ જોતા એરફોર્સ પણ હવે તેને પોતાના કાફલામાંથી હટાવી રહી છે. એરફોર્સ ગત વર્ષ 30 સપ્ટેમ્બર સુધીમાં મિગ 21 બાઈસનની એક સ્ક્વોડ્રન હટાવી લીધી હતી. મિગ 21ની બાકી 3 સ્ક્વોડ્રનને તબક્કાવાર રીતે 2025 સુધીમાં બહાર કરવાની યોજના છે. 


અભિનંદને આ વિમાનનો કર્યો હતો ઉપયોગ
ફેબ્રુઆરી 2019માં બાલાકોટ સ્ટ્રાઈકના એક દિવસ બાદ જ્યારે વિંગ કમાન્ડર અભિનંદર વર્ધમાને પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું તે સમય તેઓ મિગ 21 વિમાન જ ઉડાવી રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube