નવી દિલ્હી: ભારતીય સેનાએ પુલવામા આતંકી હુમલાનો બદલો લેવાનું શરૂ કરી દીધું છે. ઇન્ડિયન એરફોર્સે મંગળવારે પીઓકેમાં ઘૂસી આતંકવાદીઓના અડ્ડાને નષ્ટ કરી દીધા છે. એરફોર્સે આતંકવીદઓના અડ્ડાને નિશાન બનાવતા મોટા પ્રમાણમાં બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર વાયુસેનાએ 12 ‘મિરાજ-2000’ વિમાનથી જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર 1000 કિલોથી વધારે બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. એરફોર્સની તરફથી સવારે 03:30 વાગે આ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ભારતે જવાનોની મોતનો બીજો બદલો લીધો, પાકિસ્તાનમાં ઘૂસીને ઝીંક્યા 1000 KG બોમ્બ


કાર્યવાહીની પાકિસ્તાને પણ પુષ્ટિ કરી
પુલવામા હુમલા બાદ ઇન્ડિયન એરફોર્સની તરફથી કરવામાં આવેલી કાર્યવાહીની પાકિસ્તાને પણ પુષ્ટિ કરી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફુરે જણાવ્યુ કે ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઇન ઓફ કન્ટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે. અમે તાત્કાલીક તેમને જવાબ આવ્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાના વિમાન પરત તેમની સીમામાં ફર્યા હતા. ભારતીય વાયુ સેનાએ જે ‘મિરાજ-2000’થી કાર્યવાહી કરી છે, જાણો તેની લાક્ષણિકતાઓ...


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...