PAK સાથે તણાવ વચ્ચે વધશે ભારતની સૈન્ય તાકાત, આ દિવસે મળશે પહેલું રાફેલ ફાઈટર વિમાન
કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જબરદસ્ત તણાવ છે. પાકિસ્તાન સતત યુદ્ધની ધમકીઓ આપ્યા કરે છે. ભારત પણ આક્રમક વલણ રાખીને બેઠું છે.
નવી દિલ્હી: કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જબરદસ્ત તણાવ છે. પાકિસ્તાન સતત યુદ્ધની ધમકીઓ આપ્યા કરે છે. ભારત પણ આક્રમક વલણ રાખીને બેઠું છે. આ બધા વચ્ચે ભારતની સૈન્ય શક્તિમાં વધારો થઈ રહ્યો છે. ભારતને ફ્રાન્સ તરફથી પહેલું રાફેલ ફાઈટર વિમાન મળવા જઈ રહ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ પોતે તેને લેવા માટે ફ્રાન્સ જઈ રહ્યાં છે.
મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરના રોજ રાજનાથ સિંહ અને બીએસ ધનોઆની હાજરીમાં રાફેલ જેટ વિમાન ભારતીય વાયુસેનાને સોંપી દેવામાં આવશે. ભારતીય વાયુસેનાના જણાવ્યાં મુજબ ફ્રાન્સના અધિકારી રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વાયુસેના ચીફ બીએસ ધનોઆ અને અનેક રક્ષા અધિકારીઓની હાજરીમાં રાફેલ વિમાન ભારતને સોંપશે.
જુઓ LIVE TV