ભિંડ: મધ્ય પ્રદેશના ભિંડમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. વાયુસેનાનું એક ટ્રેઈની વિમાન અકસ્માતગ્રસ્ત થયું છે. સૂચના મળતા જ પોલીસ અને પ્રશાસન ઘટનાસ્થળે પહોંચ્યા છે અને રાહત કાર્યમાં લાગ્યા છે. આ વિમાન અકસ્માત ભિંડના ભારૌલી પાસે મન કા બાગ વિસ્તારમાં થયો.


મળતી માહિતી મુજબ આ વિમાન નિયમિત તાલિમ ઉડાણ પર હતું. વિમાનને ફ્લાઈટ લેફ્ટેનન્ટ અભિલાષ ઉડાવી રહ્યા હતા. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં ફ્લાઈટ લેફ્ટેનન્ટ અભિલાષ સુરક્ષિત છે. પ્રશાસનની સાથે સાથે એરફોર્સના ટોચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube