નવી દિલ્હી : ભારતીય વાયુસેનાનું એંટોનોવ એએન-32 વિમાન આસામના જોરહાટથી સોમવારો બપોરે ઉડ્યન કર્યા બાદ અચાનક ગુમ થઇ ગયું છે. આ વિમાનમાં 8 ક્રુ મેંબર ઉપરાંત પાંચ યાત્રીઓ પણ બેઠેલા હતા. આ વિમાનને અંતિમ વખત બપોરે 1 વાગ્યે સંપર્ક થયો હતો. ત્યાર બાદથી તે ગુમ છે. વાયુસેનાનાં આ વિમાને અસમનાં જોરહાટથી અરૂણાચલ પ્રદેશનાં મેંચુકા એડવાન્સ લેડિંગ ગ્રાઉન્ડ માટે બપોરે 12.25 વાગ્યે ઉડ્યન કરી હતી. જો કે ત્યાર બાદ એરફોર્સ દ્વારા ચલાવાયેલા સર્ચ ઓપરેશનમાં આ પ્લેનનો કાટમાળ જોરહાટ ખાતેથી મળી આવ્યો હતો. હાલ તો પ્લેનમાં રહેલ 8 ક્રુ અને 5 મુસાફરો સહિત તમામ 13 લોકોનાં મોતની આશંકા સેવાઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજીત ડાભોલ બન્યા રહેશે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સરકારે આપ્યો કેબિનેટ રેન્ક
સમાચાર એજન્સીઓ અનુસાર ભારતીય વાયુસેના એંટોનોવ એએન-32 વિમાન ગુમ થયા બાદ વાયુસેના તરફથી સુખોઇ 30 ફાઇટર પ્લેન અને સી-130 સ્પેશ્યલ ઓપરેશનલ એક્રાફ્ટને તેની શોધખોળ માટે મોકલી દેવામાં આવ્યા છે. એએન-32 વિમાનનું લોકેશન મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક તંત્રની પણ મદદ લેવામાં આવી રહી છે. 


કેજરીવાલનો માસ્ટરસ્ટ્રોક : દિલ્હીમાં મહિલાઓ મેટ્રો અને બસમાં મફતમાં કરી શકશે પ્રવાસ
સરકારનો મોટો નિર્ણયઃ દક્ષિણના રાજ્યોમાં ભારે વિરોધ પછી કરશે નવી 'શિક્ષણ નીતિ'માં ફેરફાર

બીજી તરફ ઇસ્ટર્ન એર કમાન્ડર દ્વારા કહેવાયું છે કે, વિમાને મેંચુકા ખાતે પહોંચવાનું હતું, પરંતુ તે હજી સુધી પહોંચ્યું નથી. અમે આ મુદ્દે તપાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત સ્થાનિક રાજ્ય તંત્રને પણ જાણ કરવામાં આવી છે. જેથી કોઇ વિસ્તારમાં કોઇ અજુગતી ઘટનાની માહિતી મળે તો તુરંત જ એરફોર્સને જાણ કરવા માટેનાં આદેશ આપવામાં આવ્યા છે.