Indian Airforce Day: આ વર્ષે વાયુસેના પોતાનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે પહેલીવાર તેનું આયોજન ચંડીગઢમાં કરવામાં આવ્યું છે. આ અવસરે ત્રણેય સેનાના સર્વોચ્ચ કમાન્ડર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તથા રક્ષામંત્રી રાજનાથ સિંહ આયોજનમાં સામેલ થયા છે. ઈન્ડિયન એરફોર્સ ચીફે આ ખાસ અવસરે કહ્યું કે સેના દરેક પડકાર માટે તૈયાર છે. નવી ટેક્નોલોજીથી લેસ સિસ્ટમને વાયુસેનામાં સામેલ કરવામાં આવી રહી છે. વાયુસેના ભવિષ્ય માટે તૈયાર થઈ રહી છે. આત્મનિર્ભર ભારત માટે અમે આગળ વધી રહ્યા છીએ. આ સાથે જ સ્વદેશી હથિયારોને પણ સેનામાં સામેલ કરવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ વી આર ચૌધરીએ સેનાને કરેલા સંબોધનમાં કહ્યું કે અગ્નિપથ યોજના દ્વારા ભારતીય વાયુસેનામાં વાયુવીરોને સામેલ કરવા એક મોટો પડકાર છે. પરંતુ તે અમારા માટે ભારતના યુવાઓની ક્ષમતાનો ઉપયોગ કરીને આ તેને દેશની સેવામાં લગાવવાનો સમય છે. ચીફ માર્શલે વધુમાં કહ્યું કે આપણને ખુબ મહેનત અને લગનથી આ ગૌરવશાળી વારસો મળ્યો છે. તેને અહીં સુધી લાવવામાં આપણા પૂર્વજોએ ખુબ બલિદાન આપ્યા છે. જેને આપણે હંમેશા યાદ રાખવા જોઈએ. હવે તેને આગળ લઈ જવાની જવાબદારી આપણા પર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube