નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ચીનને જવાબ આપતા જણાવ્યું છે કે, અમારી સેના હવે 1962ની સેના નથી. ઉલ્લેખનીય છે કે, ચીને જણાવ્યું હતું કે ભારતે પોતાનો ઈતિહાસ ન ભુલવો જોઈએ. ભારતીય સેનાએ સાથે એ પણ જણાવ્યું કે,  1962ના યુદ્ધને બ્લેક માર્ક તરીકે જોતા નથી, સેનાએ જણાવ્યું કે, 1962ના યુદ્ધમાં ચીનના બધા યુનિટે સારું યુદ્ધ લડ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસ્ટર્ન આર્મી કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ એમ.એન. નરાવનેએ જણાવ્યું કે, "હવે આપણે 1962ની સેના નથી. જો ચીન કહે છે કે, 'ઈતિહાસ ન ભુલો', તો અમે પણ તેમને એ જ વાત કરીશું. હું 1962ના યુદ્ધને બ્લેક માર્ક તરીકે જોતો નથી."


પાકિસ્તાને સરહદ પર ખડકી સેના, તોપ અને શસ્ત્રસરંજામ ગોઠવવાની સાથે હલચલ કરી તેજ 


એમ.એમ. નરાવનેએ જણાવ્યું કે, ચીન ડોકલામ સંકટ દરમિયાન તૈયારી વગર ફસાઈ ગયું હતું. તેમણે વિચાર્યું હતું કે, ભારતને ડરાવીને ધમકાવીને સરળતાથી બચી જઈશું. પરંતુ આપણે આ ધમકી સામે ઊભા રહ્યા. તેનાથી એ સાબિત થાય છે કે, ભારત કોઈ પણ જોકમનો સામનો કરવા તૈયાર છે. 


જુઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....