નવી દિલ્હી: ભારત (India) અને અમેરિકા (America)ની સેનાઓ હાલ અમેરિકી સૈનિક બેસ લેવિસ મેકોર્ડ (LEWIS McCHORD)માં જોઈન્ટ યુદ્ધાભ્યાસ કરી રહી છે. આ અભ્યાસ 5 સપ્ટેમ્બરથી શરૂ થયો છે. જે 18 સપ્ટેમ્બર સુધી ચાલશે. તે ભારત અને અમેરિકા વચ્ચેનો સૌથી મોટો સૈનિક અભ્યાસ છે. જે એક વર્ષ અમેરિકામાં અને એક વર્ષ ભારતમાં આયોજિત કરવામાં આવે છે. યુદ્ધાભ્યાસ વખતનો એક વીડિયો જાહેર થયો છે જેમાં બંને દેશોના સૈનિકો આસામ રેજિમેન્ટના માર્ચિંગ સોંગ 'બદલુરામ કા બદન જમીન કે નીચે હૈ' પર નાચતા જોવા મળ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરાયેલા આ વીડિયોમાં ભારત અને અમેરિકાના સૈનિકો એક સાથે તાળીઓ પાડતા સંયુક્ત રાજ્ય અમેરિકાના સંયુક્ત બેસ લેવિસ મેકકોડમાં 'બદલુરામ કા બદન જમીન કે નીચે હૈ...પર હમકો ઉસકા રાશન મિલતા હૈ' ગાતા જોવા મળી રહ્યાં છે. 


'બદલુરામ કા બદન જમીન કે નીચે હૈ...પર હમકો ઉસકા રાશન મિલતા હૈ' આ ગીતની પાછળ એક રસપ્રદ વાર્તા છે. આ ગીત આસામ રેજિમેન્ટનું રેજીમેન્ટલ સોંગ છે. જે આસામ રેજિમેન્ટના જ સૈનિક બદલુ-રામ પર આધારિત છે. બદલુ-રામ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આસામ રેજિમેન્ટનો ભાગ હતાં. સેકન્ડ વર્લ્ડ વોર વખતે વર્ષ 1944માં કોહિમાની લડાઈ થઈ હતી. જેમાં ભારત અને જાપાન વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં બદલુ-રામ શહીદ થયા હતાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...