નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાના દોષિત આતંકી મૌલાના મસૂદ અઝહર પર સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે આજે મોટું નિવેદન આપ્યું છે. તેમણે લખનઉમાં મીડિયા સાથે વાતચીતમાં સ્પષ્ટપણે કહ્યું કે આતંકી મસૂદ અઝહર વિરુદ્ધ અમે પૂરેપૂરી તૈયારી કરી ચૂક્યા છીએ. અમે આ ઓપરેશન સંલગ્ન વિગતો જાહેર કરી શકીએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે સેનાઓ સક્ષમ છે અને દરેક પડકાર માટે તૈયાર છે. સેનાઓ જનતાના કહેવા પર કામ કરતી નથી. સેનાઓ રાજકીય નિર્ણયો મુજબ કામ કરે છે. સેનાની કાર્યવાહીને રાજકારણ સાથે ન જોડવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મસૂદનું આવી બન્યું, ભારતને મળ્યો આ 3 શક્તિશાળી દેશોનો સાથ, ચીનનો કાઢી રહ્યાં છે 'તોડ'!


સેના પ્રમુખે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં સ્થિત પાક સમર્થિક આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કેમ્પ પર ભારતીય વાયુસેના દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ  કરાયેલી એર સ્ટ્રાઈક પર ઉઠી રહેલા સવાલો પર કહ્યું કે જે લક્ષ્ય અપાયું હતું તેને પૂરું કરવામાં આવ્યું છે. તેમાં મોટી સંખ્યામાં આતંકીઓનો ખાત્મો થયો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...