LAC પર ચાલી રહેલા તણાવ વચ્ચે ટોપ કમાન્ડર્સની સૌથી મોટી બેઠક આવતીકાલે, લેવાશે આ મહત્વપૂર્ણ નિર્ણય
આ બેઠકમાં ઉપ-સેનાધ્યક્ષ, તમામ સેના કમાન્ડર, તમામ પ્રિંસિપલ સ્ટાફ ઓફિસર્સ ઉપરાંત બીજા ઘણા સીનિયર ઓફિસર હાજર રહેશે.
નવી દિલ્હી: ભારતીય સેના (Indian Army) ના તમામ ટોપ કમાન્ડરોની કોન્ફ્રન્સ સોમવારે દિલ્હી (Delhi)માં શરૂ થશે. ચાર દિવસ સુધી ચાલનાર આ બેઠક ચીન (China) ની સાથે તણાવ શરૂ થયા બાદ થનાર સૌથી મહત્વપૂર્ણ બેઠકોમાંથી એક છે. આ બેઠકમાં ઉપ-સેનાધ્યક્ષ, તમામ સેના કમાન્ડર, તમામ પ્રિંસિપલ સ્ટાફ ઓફિસર્સ ઉપરાંત બીજા ઘણા સીનિયર ઓફિસર હાજર રહેશે.
સેનાની મુખ્ય રણનીતિઓ પર થશે ચર્ચા
26 તારીખથી શરૂ થનાર સેનાની આ કમાન્ડર્સ કોન્ફ્રન્સને ત્રણ સેનાધ્યક્ષ, CDS જનરલ બિપિન રાવત ઉપરાંત રક્ષામંત્રી પણ સંબોધિત કરશે. તમને જણાવી દઇએ કે વર્ષમાં બે વાર થાનર આ કોન્ફ્રન્સમાં લાંબી ચર્ચાઓ બાદ સેનાની તમામ મુખ્ય રણનીતિઓ બનાવવામાં આવે છે. ચીનની સાથે ગત 5 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા સૌથી ગંભીર તણાવ બાદ આ કોન્ફ્રન્સ ખૂબ મહત્વપૂર્ણ છે.
આ ચાર દિવસ આટલા માટે હશે ખાસ
કોન્ફ્રન્સમાં પહેલા દિવસે સેનામાં સૈનિકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર વિચાર કરવામાં આવશે. આ દરમિયાન નિયંત્રણ રેખા પર તૈનાત 50 હજાર સૈનિકો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવશે. 27 તારીખના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહ તમામ કમાન્ડર્સને સંબોધિત કરશે. તો બીજી તરફ 28 તારીખના રોજ સેના અલગ-અલગ સેના કમાન્ડરો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા થશે. જ્યારે 29 તારીખનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે જ્યારે સીમા પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટના દરેક પાસા પર બારીકાઇથી ચર્ચા કરવામાં આવશે અને તેની સમીક્ષા થશે. આ દિવસે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ સીમા પર ચાલી રહેલા અલગ-અલગ પ્રોજેક્ટ વિશે રિપોર્ટ થશે.
રોડ નિર્માણ પર આપવામાં આવશે વિશેષ ધ્યાન
જોકે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ખૂબ ઝડપથી લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવામાં લાગેલા છે. ચીન સાથે હાલના તણાવના મૂળ ભારત દ્વારા એલએસી પર કરવામાં આવનાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટનું કામ છે. લદ્દાખથી લઇને અરૂણાચલ પ્રદેશ સુધી ભારત રોડ, પુલ અને પહાડ નીચે સુરંગનું નિર્માણ કરી રહ્યા છે. આ મહિને મનાલીથી લેહ સુધીના રસ્તા પર રોહતાંગ પાસે નીચે અટલ ટનલને અવરજવર માટે ખોલવામાં આવી છે. શ્રીનગરના લેહના રસ્તા પર જે જિલ્લા પાસની નીચેથી વધુ એક રણનૈતિક મહત્વની ટનલનું કામ પણ આ મહિને શરૂ થઇ ગયું છે. આ ઉપરાંત લદ્દાખમાં ઘણા રણનૈતિક મહત્વના માર્ગ અથવા તો બનાવવામાં આવી રહ્યા છે અથવા તો તેની ક્ષમતાને વધારવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube