સેનાના યુનિફોર્મ અંગે મોટો નિર્ણય, બ્રિગેડિયર અને તેની ઉપરના રેંકના અધિકારીઓ માટે નવો નિયમ લાગૂ
Indian Army Common Uniform: ભારતીય સેનાના યુનિફોર્મ અંગે મોટો ફેરફાર થયો છે અને એક જેવો યુનિફોર્મ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે સેનામાં બ્રિગેડિયર અને તેમની ઉપરના રેંકના અધિકારી એક જેવો યુનિફોર્મ પહેરશે.
Indian Army Common Uniform: ભારતીય સેનાના યુનિફોર્મ અંગે મોટો ફેરફાર થયો છે અને એક જેવો યુનિફોર્મ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે સેનામાં બ્રિગેડિયર અને તેમની ઉપરના રેંકના અધિકારી એક જેવો યુનિફોર્મ પહેરશે. જો કે સેનાના કર્નલ અને તેની નીચેના રેંકના અધિકારીઓના યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરાયો નથી.
મળતી માહિતી મુજબ ભારતીય સનાએ મૂળ કેડર અને વધુ નિયુક્તિ છતાં ફ્લેગ રેંકના વરિષ્ઠ અધિકારીઓ માટે એક સમાન યુનિફોર્મ અપનાવવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે હાલમાં જ થયેલા સેના કમાન્ડરોના સંમેલન દરમિયાન વિસ્તૃત વિચાર વિમર્શ બાદ આ મોટો નિર્ણય લેવાયો છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube