નવી દિલ્હીઃ ભારતીય સેના (Indian Army)એ પીઓકે (PoK)મા આતંકી લોન્ચ પેડ પર કાર્યવાહીના પૂરાવા આવ્યા છે. આતંકની બરબાદીની તસવીરો સામે આવી છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પીઓકેમાં આતંકી લોન્ચ પેડ તબાહ થઈ ગયા છે. ભારતે આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીતરફ સેના પ્રમુખ જનરલ બિપિન રાવત (Army Chief General Bipin Rawat)એ નિવેદન આપતા કહ્યું કે, અમારી પાસે આતંકી લોન્ચ પેડની સાચી માહિતી હતી. અમે પીઓકેમા ઘણા આતંકી કેમ્પ તબાહ કર્યાં છે અને પાકિસ્તાનની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. રાવતે તે પણ જણાવ્યું કે, ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાન (Pakistan)ના 6-10 સૈનિક માર્યા ગયા છે. 


ત્રણ આતંકી કેમ્પ સંપૂર્ણ રીતે નષ્ટ, ચોથાને પણ નુકસાન
સેના પ્રમુખે કહ્યું કે, અત્યાર સુધીની માહિતી પ્રમાણે 6થી 10 પાક સૈનિક અને ઘણા આતંકીઓ માર્યા ગયાના સમાચાર છે. ઓછામાં ઓછા ત્રણ આતંકી કેમ્પોને અમે નષ્ટ કર્યાં છે અને ચોથા કેમ્પને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. 

3 કેમ્પ નષ્ટ, આતંકીઓ સહિત પાકના 10 સૈનિક ઢેરઃ આર્મી ચીફ


સેના પ્રમુખ બોલ્યા, સરકાર અમારી સાથે
સરકારને જાણકારી આપવાને લઈને તેમણે કહ્યું કે, અમે આવા કોઈપણ ઓપરેશનના મામલામાં રાજકીય નેવૃત્વને લૂપમાં લઈને ચાલીએ છીએ. નેતૃત્વ સંપૂર્ણ રીતે અમારી કાર્યવાહીની સાથે છે. 

જુઓ Live TV