જમ્મુ કાશ્મીર : ભારતીય સેનાએ સોપોરમાં આતંકી સંગઠન Let કમાન્ડરને કર્યો ઠાર
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંકી સંગઠન એલઇટી કમાન્ડર આસિફને ઠાર કર્યો છે. બે દિવસ પહેલા સોપોરમાં સફરજન વેપારી પર કરાયેલા હુમલા પાછળ ઠાર કરાયેલ આસિફને હાથ હતો.
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં બુધવારે ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. સોપોરમાં આજે સુરક્ષા બળોએ લશ્કર એ તોયબાના ટોપ કમાન્ડરને ઠાર કર્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસ સુત્રો અનુસાર ઠાર કરાયેલ આતંકવાદીનું નામ આસિફ છે અને તે જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓ સાથે સંકળાયેલો હતો. બે દિવસ પૂર્વે જ અહીં એક વેપારી પર કરાયેલા હુમલા પાછળ પણ એનો જ હાથ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સુત્રો અનુસાર બે દિવસ પહેલા સફરજન વેપારી પર બે દિવસ પહેલા ઘાતકી હુમલો કરાયો હતો. જેમાં ઠાર કરાયેલ આતંકી આસિફનો હાથ હતો. આ હુમલામાં પરિવારના 3 લોકો ઘાયલ થયા હતા. હુમલામાં એક માસુમ બાળકીને પણ ઇજાઓ થવા પામી હતી.
આતંકી આસિફ સોપોરમાં અન્ય એક હુમલામાં પણ જવાબદાર હતા. અહીં એક પ્રવાસી શ્રમિક શફી આલમ પર તેણો હુમલો કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ અકળાયેલા પાકિસ્તાનને ચોમેરથી ફટકાર પડી રહ્યો છે. અમેરિકા, ચીન સહિત વિદેશમાંથી પણ તેને સહકારની અપેક્ષા ઠગારી નીવડી રહી છે. આ સંજોગોમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓને વેગ આપવા સતત પ્રયાસ કરી રહ્યા છે.
જોકે ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને આતંકી આકાઓના નાપાક મનસુબાઓ પર પાણી ફેરવાઇ રહ્યું છે. આ સંજોગોમાં ભારતીય સેના દ્વારા 4 સપ્ટેમ્બરને પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તોયબાના બે આતંકીઓને ઝડપી લીધા હતી અને એનો વીડિયો પણ જાહેર કર્યો હતો.