ઔરંગઝેબની હત્યા બાદ કાશ્મીરના હાલાતમાં જબરદસ્ત ઉલટપલટ, આતંકીઓ-ISIના હોશ ઉડ્યા
જમ્મુ અને કાશ્મીરમાં સેનાના જવાન ઔરંગઝેબની શહાદત બાદ હાલાત અલગ જોવા મળી રહ્યાં છે. આ ઘટના બાદ આતંકીઓ વિરુદ્ધ લોકોમાં ખુબ ગુસ્સો વધી ગયો છે. ખાસ કરીને ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફની સરકારને આતંકવાદ વિરુદ્ધ લડતની અપીલની લોકો પર ખુબ ઊંડી અસર કરી છે. ઔરંગઝેબના પરિવારના અનેક સભ્યો સેનામાં રહી ચૂક્યા છે. મોહમ્મદ હનીફે આતંકવાદને ઉખાડી ફેંકવા માટે પોતે લડશે તેવો દાવો કર્યો છે. સ્વાભાવિક છે કે આવા મક્કમ તેવરોની અસર સામાન્ય કાશ્મીરી નાગરિકોના મન ઉપર પણ પડી રહી છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સેનાના જવાન ઔરંગઝેબની શહાદત બાદ હાલાત અલગ જોવા મળી રહ્યાં છે. આ ઘટના બાદ આતંકીઓ વિરુદ્ધ લોકોમાં ખુબ ગુસ્સો વધી ગયો છે. ખાસ કરીને ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફની સરકારને આતંકવાદ વિરુદ્ધ લડતની અપીલની લોકો પર ખુબ ઊંડી અસર કરી છે. ઔરંગઝેબના પરિવારના અનેક સભ્યો સેનામાં રહી ચૂક્યા છે. મોહમ્મદ હનીફે આતંકવાદને ઉખાડી ફેંકવા માટે પોતે લડશે તેવો દાવો કર્યો છે. સ્વાભાવિક છે કે આવા મક્કમ તેવરોની અસર સામાન્ય કાશ્મીરી નાગરિકોના મન ઉપર પણ પડી રહી છે.
કાશ્મીરી લોકોમાં આતંકીઓ વિરુદ્ધ રોષ વધી રહ્યો છે. પાકિસ્તાની આતંકી સંગઠનોએ લોકોના મનમાં ડર બેસાડવા માટે જે નાપાક હરકત કરીને ઔરંગઝેબની હત્યા કરી તેની ઉલ્ટી અસર જોવા મળી રહી છે. ગુપ્તચર એજન્સીઓના હવાલે જાણવા મળ્યું છે કે ઔરંગઝેબની હત્યા બાદ આઈએસઆઈ કાશ્મીરના બદલાયેલા હાલાત પર નજર જમાવી બેઠી છે.
સૂત્રોના હવાલે કહેવાઈ રહ્યું છે કે ઔરંગઝેબની હત્યાથી કાશ્મીરના લોકોમાં ગુસ્સો વધ્યો છે. આ સાથે જ ભારતીય સેના માટે કાશ્મીરમાં જે સપોર્ટ મળી રહ્યો છે તેને લઈને આઈએસઆઈ અને તેના આકાઓ ખુબ પરેશાન છે. જો આમ જ હાલત રહેશે તો આતંકીઓનું કાશ્મીરમાં રહેવું મુશ્કેલ થઈ જશે.
જાસૂસી સૂત્રોના જણાવ્યાં મુજબ આઈએસઆઈએ લશ્કર એ તૈયબા, જૈશ એ મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીન જેવા આતંકી જૂથનો કહ્યું છે કે તેઓ ઔરંગઝેબની હત્યાની જવાબદારી ન લે. આ પહેલીવાર નથી જોવા મળ્યું. આ અગાઉ કાશ્મીરમાં લેફ્ટેનન્ટ ઉમર ફયાઝની પણ હત્યા થઈ હતી. હવે આતંકીઓએ ઔરંગઝેબને નિશાન બનાવ્યો. પરંતુ જે રીતે ઔરંગઝેબના પિતાએ આતંકીઓને જવાબ આપ્યો છે તેને જોતા પાકિસ્તાનમાં હાજર આતંકીઓ અને તેના આકાઓની ઊંઘ ઉડી ગઈ છે.
શું કહ્યું હતું ઔરંગઝેબના પિતાએ?
સેનાના શહીદ જવાન ઔરંગઝેબના પિતા હનીફે કહ્યું કે 'મારો પુત્ર તો મરી ગયો પરંતુ જો બધા પોતાના બાળકોને સેનામાં મોકલવાનું બંધ કરી દેશે તો દેશ માટે કોણ લડશે.' તેમણે એમ પણ કહ્યું હતું કે જો 72 કલાકમાં સરકાર બદલો નહીં લે તો હું આતંકવાદનો ખાત્મો કરીશ. મેંઢર-પૂંછમાં રસ્તા પર સ્થિત સૈલાની ગામમાં પોતાના એક માળના મકાનમાં ઝાડ નજીક ઊભેલા મોહમ્મદ હનીફ તેના 24 વર્ષના પુત્ર ઔરંગઝેબની રાહ જોઈ રહ્યાં હતાં. 14 જૂનના રોજ સવારે ઔરંગઝેબ ઈદ મનાવવા માટે રાજૌરી ખાતેના ઘરે જવા નિકળ્યો અને તે દરમિયાન પુલવામાંના કાલમ્પોરાથી આતંકીઓએ તેનુ અપહરણ કરી લીધુ. 14 જૂનની સાંજે પોલીસ અને સેનાના સયુંક્ત દળને ઔરંગઝેબનો મૃતદેહ મળ્યો. તેના માથાં અને ગળા પર ગોળીઓના નિશાન હતાં.
જમ્મુ કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટરીના ઔરંગઝેબ હાલ શોપિયાના શાદીમાર્ગ સ્થિત 44 રાષ્ટ્રિય રાઈફલમાં તહેનાત હતાં. પુત્રને ગુમાવી ચૂકેલા પિતા મોહમ્મદ હનીફ જો કે હજુ પણ મક્કમ મનોબળ ધરાવે છે અને સેનામાંથી રિટાયર થયેલા આ 55 વર્ષના હનીફ કહે છે કે તેઓ તૂટ્યા નથી. તેમણે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે 'મોત તો એક દિવસ આવવાનું જ છે. મેં તેને દેશની સેવા માટે સેનામાં ભરતી કરાવ્યો હતો. એક સૈનિકનું કામ છે કે તે દુશ્મનોનો ખાત્મો કરે કે પછી શહીદ થઈ જાય.'