શ્રીનગર: પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. ભારતીય સેનાએ બાલાકોટમાં ઘૂસીને આતંકીઓના કેમ્પ તબાહ કર્યાં. રોજ પાકિસ્તાનના આતંકીઓનું એન્કાઉન્ટર થઈ રહ્યું છે. આમ છતાં પાકિસ્તાન ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાનું છોડતું નથી. હવે ભારતીય સેનાએ પાકિસતાન તરફથી એક મોટી ઘૂસણખોરીના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ અને કાશ્મીરના કેરન સેક્ટરમાં આતંકીઓએ અનેકવાર ઘૂસણખોરી કરવાની કોશિશ કરી પરંતુ સતર્ક ભારતીય જવાનો સામે તેઓ નિષ્ફળ ગયાં. સેનાએ એલઓસી પર પાકિસ્તાની BATના 5થી 7 કમાન્ડો અને આતંકીઓને ઠાર કર્યા છે. આ કાર્યવાહી સાથે જ ભારતીય સેનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે 'જન્નતમાં ઘૂસશો તો સીધા જહન્નમમાં પહોંચી જશો'. 



આતંકીઓના મૃતદેહો એલઓસી પર જ પડ્યાં છે. સેનાએ માર્યા ગયેલા આતંકીઓની તસવીરો બહાર પાડી છે. આ અગાઉ શોપિયા અને સોપોરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીં 2 દિવસમાં 4 આતંકીઓ માર્યા ગયા છે. 31 જુલાઈની રાતે BAT ટીમે ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. 


પાકિસ્તાનની BAT ટીમ આખરે શું છે?
BAT એટલે કે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ, એક એવી ટીમ જે ક્રુરતાની તમામ હદો પાર કરી નાખે છે. બેટ કમાન્ડો પર અનેકવાર ભારતીય સૈનિકોના મૃતદેહોને ક્ષત વિક્ષત કરવાનો આરોપ લાગતો રહ્યો છે. શહીદ હેમરાજનું માથું વાઢવાનો આરોપ પણ બેટ કમાન્ડો પર લાગ્યો હતો. આ ટીમમાં સેનાના કમાન્ડોની સાથે આતંકીઓ પણ સામલ હોય છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...