નવી દિલ્હી: ઉરીથી પકડાયેલા આતંકી અલી બાબરે ભારતીય એજન્સીઓની પૂછપરછમાં કહ્યું કે પાકિસ્તાનની આર્મીથી ટ્રેનિંગ લીધા બાદ તે એક મોટો હુમલો કરવા માટે કાશ્મીર આવ્યો હતો. અત્રે જણાવવાનું કે આ આતંકવાદીને ગઈ કાલે ભારતીય સેનાએ પોતાના સકંજામાં લઈ લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનાએ વીડિયો બહાર પાડ્યો
ઉરીમાં પકડાયેલા આતંકી અલી બાબરનો એક વીડિયો સેનાએ બહાર પાડ્યો છે. આ વીડિયોમાં આતંકી અલી  બાબર કહે છે કે તેને પાકિસ્તાને કાશ્મીરમાં મોટો આતંકી હુમલો કરવા માટે મોકલ્યો છે. આ વીડિયોમાં આતંકી એમ પણ કહે છે કે તેણે પાકિસ્તાની સેના પાસેથી ટ્રેનિંગ લીધી છે. 


ભારતીય જવાનોની સતર્કતા
18 સપ્ટેમ્બરના રોજ સેનાએ એલઓસીના ઉરી સેક્ટરમાં આતંકીઓની ઘૂસણખોરીની કોશિશ નિષ્ફળ બનાવી હતી. પાકિસ્તાનથી થયેલી આ ઘૂસણખોરીમાં 6 આતંકીઓ સામેલ હતા. ભારતીય સેનાના જવાનોએ તેમને લલકાર્યા તો 4 આતંકીઓ પાછા પાકિસ્તાનની સરહદમાં ભાગી ગયા. આ દરમિયાન બે આતંકીઓ ભારતીય સહરદમાં દાખલ થઈ ગયા. આ બંનેની શોધમાં સેનાએ એલઓસી પર કોમ્બિંગ ઓપરેશન ચલાવ્યું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube