નવી દિલ્હી : કેરળમાં હવામાનની નારાજગીના કારણે હજારો લોકો પર કયામત વરસી રહી છે. સૈંકડો લોકોનાં મોત થયા છે, હજારો લોકો ઘાયલ છે અને લાખો લોકો બેઘર થયા છે. પીડાની આ ઘડીમાં ભારતીય સેના લોકો માટે ભગવાન બની ચુકી છે. સેનાના જવાન રાત દિવસ એક કરીને લોકોને બચાવવામાં લાગેલ છે. તેઓ પોતાના જીવની પણ પરવાહ નથી કરી રહ્યા. આ જ કારણ છે કે કેરળમાં લોકોનાં ચહેરા પર આંસૂની સાથે સેના પ્રત્યે ધન્યવાદ ભાવ પણ સ્પષ્ટ જોઇ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોને રાહત પહોંચાડવા ભાયુ વાયુસેના પોતાનાં તમામ પ્રયાસો કરી રહી છે. એરફોર્સની સી-17 એરક્રાફ્ટ દિલ્હીનાં પીએમઓ સેક્શનનાં કોચ્ચિ, કાલીકટ અને ત્રિવેંદ્રમ ખાતે નેવલ બેઝ સુધીનું 100 ટન દાળ લઇને ગઇ છે. એરફોર્સનાં જવાન રાત દિવસ એક એક કરીને લોકોની મદદમાં પહોંચ્યા છે. આ જ કારણ છે કે સી-17 વિમાનોએ ગત્ત ત્રણ દિવસમાં 100 કલાકથી વધારે ઉડ્યન કરી છે. આ દરમિયાન આ વિમાનોએ 500 ટનથી વધારે સામાન કેરળ પહોંચાડ્યું. ઇન્ડિયન એર ફોર્સે ટ્વીટ કરીને જણાવ્યું કે એર ફોર્સ સ્ટેશન, હલવાડાથી મોટા પ્રમાણમાં રાહત સામગ્રી કેરળ પહોંચાડવામાં આવી છે. 


ભારતીય સૈનાના પ્રવક્તાએ જણાવ્યું કે, પિઝાલા દ્વીપ પર રહેલા નૌસેનાનાં ચાર જવાનોએ ગત્ત 12 દિવસમાં 1559 લોકોને બચાવ્યા છે. આ દરમિયાન પિલાઝા, કોથાદ, મુલમવેલી, ચેન્નુર, ચેરિયમથુરહ, પેરીયમથુરુથ અને કદમકુદ્દી દ્વીપથી મોટા પ્રમાણમાં લોકોને બચાવવામાં આવ્યા છે. નૌસૈનિકોના આ કાર્ય માટે તેમનાં ખુબ જ વખાણ થઇ રહ્યા છે. 


એર્નાકુલમ જિલ્લામાં કેપ્ટન અમર ઠાકુરની આગેવાનીમાં શરૂ કરવામાં આવેલા રાહત અને બચાવ અભિયાનમાં 2032થી વધારે લોકોનાં જીવ બચાવવામાં આવ્યા. ભારતીય સેનાએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે સેના અત્યાર સુધી કુલ 10629 લોકોને બચાવી ચુક્યા છે. આ સાથે જ સેનાએ 49 સ્થળો પર ફરીથી સંપર્ક બહાલ કર્યો છે. 


સેનાની મેડિકલ ટીમે 746 લોકોની સારવાર કરી રહી છે. સેનાએ કહ્યું કે પોતાનાં ધ્યેય વાક્ય સર્વે સન્તુ નિરામયાને ચરિતાર્થ કરતા સેનાની મેડિકલ ટીમ લોકોને રાહત પહોંચાડવા માટે સતત કામ કરી રહ્યા છે. ભારતીય નૌસેનાની સામુદાયીક રસોડામાં 7000 કરતા વધારે લોકો માટે ખવાનું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ રસોઇમાં સૈનિક લોકો સુધી ભોજન પહોંચાડવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે.