India China Army Video: ભારતીય સેનાએ ફરી એકવાર પોતાની મજબૂત તાકાત સાબિત કરી છે. પોતાની શક્તિનું પ્રદર્શન કરતા ચીનના જવાનોને હંફાવ્યા છે. આ જીત કોઈ યુદ્ધની જીત નથી, પરંતુ મેદાનમાં ખુલ્લેઆમ કરાયેલી લડાઈની છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન અંતર્ગત સુડાન, આફ્રિકામાં તૈનાત ભારતીય સૈનિકોએ રસ્સાખેંચ સ્પર્ધામાં ચીનના સૈનિકોને માત આપી હતી. આ રોમાંચક મુકાબલાનો વીડિયો સામે આવ્ય છે, અને દરેક કોઈ ભારતીય જવાનોની બહાદુરીના વખાણ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્પર્ધા મિત્રતાભર્યા માહોલ વચ્ચે યોજાઈ હતી. જેમાં બંને દેશોની ટીમ સ્પર્ધામાં ઉતરી હતી. બંને દેશોની ટીમે જીતવા માટે પૂરતુ જોર લગાવી દીધું હતું. ભારતીય સૈનિકોએ પોતાની શારીરિક શક્તિ અને ટીમ વર્કથી જોરદાર પ્રદર્શન કરીને ચીનની ટીમને હરાવ્યું હતું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. 


ગુજરાતના ચાર જિલ્લા પર મોટી આફત આવશે : હવામાન વિભાગે કરી ધૂળની આંધીની આગાહી


લોકો આ વીડિયો જોઈને ભારતીય સેનાના વખાણ કરી રહ્યાં છે કે ન માત્ર યુદ્ધમાં, પરંતું ભારતીય સૈનિકોની બહાદુરી રમતમાં પણ ઝળકે છે. બંને દેશો વચ્ચેની આ સ્પર્ધા બહુ જ રોમાંચક બની રહી હતી. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને હરાવ્યા હતા. 


 


ધર્મ પરિવર્તન પર ગૌરી ખાને કરી મોટી વાત, ઈસ્લામનો સન્માન કરું છું, પણ....