બહુ જલદી સરહદ નજીક તહેનાત કરાશે દુશ્મનોના ભૂક્કા બોલાવતી એર ડિફેન્સ સિસ્ટમ
પાકિસ્તાન સાથે હાલમાં થયેલા વિવાદોની ઊંડી આંતરિક સમીક્ષા બાદ ભારતીય સેના હવે પોતાની અનેક એર ડિફેન્સ યુનિટને સરહદ પર તહેનાત કરવાની યોજના બનાવી રહી છે.
નવી દિલ્હી: પાકિસ્તાન સાથે હાલમાં થયેલા વિવાદોની ઊંડી આંતરિક સમીક્ષા બાદ ભારતીય સેના હવે પોતાની અનેક એર ડિફેન્સ યુનિટને સરહદ પર તહેનાત કરવાની યોજના બનાવી રહી છે. કહેવાય છે કે પાકિસ્તાન તરફથી થઈ શકનારા હવાઈ હુમલાને નિષ્ફળ કરવા માટે ભારતીય સેના આ નિર્ણય લેશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ સેનાના ટોચના સૂત્રોએ જણાવ્યું છે કે કેટલીક એર ડિફેન્સ સિસ્ટમ સાથે સૈન્ય ટુકડીઓને પણ સરહદ નજીક મોકલવામાં આવી રહી છે.
ભારતીય વાયુસેનાએ તાજેતરમાં પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પો પર એર સ્ટ્રાઈક કરી હતી. ત્યારબાદ પાકિસ્તાને સરહદ પર પાર કરવાની કોશિશ કરતા હવાઈ હુમલો કરવાના પ્રયત્નો કર્યા હતાં. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટનાઓ બાદથી જ એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે સરહદ પર એર ડિફેન્સ યુનિટની તહેનાતી થવી જોઈએ.
ટોચના સૂત્રોએ જણાવ્યું કે આ એર ડિફેન્સ યુનિટ્સને સરહદ નજીક તહેનાત કરવાથી આપણે દુશ્મન તરફથી કોઈ પણ સંભવિત હવાઈ હુમલાને પહોંચી વળવા માટે સક્ષમ હોઈશું અને સરહદ નજીક જ તેને નિષ્ફળ બનાવી દેવાશે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ગુજરાત અને રાજસ્થાનમાં તહેનાત એર ડિફેન્સ યુનિટ્સના સ્થળોની સેનાએ સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે એવું મહેસૂસ કરાયું છે કે તેમાંથી અનેકને સરહદો પરના નજીકના દુશ્મનના હવાઈ હુમલા નિષ્ફળ કરવા માટે આગળના સ્થળો પર લઈ જઈ શકાય છે.
જુઓ LIVE TV