એર સ્ટ્રાઇક બાદ ભારતે અંતરીક્ષમાં કરી સર્જીકલ સ્ટ્રાઇક, દુશ્મન દેશને આપ્યો આકરો જવાબ
મિશન શક્તિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે જમીન, હવામાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યા બાદ હવે દુશ્મનોને અંતરિક્ષમાં પણ મરણતોલ ફટકો આપ્યો છે. ભારતે અંતરિક્ષમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી વિશ્વમાં ડંકો વગાડ્યો છે. આ સિધ્ધિ સાથે ભારત વિશ્વમાં ચોથો દેશ બન્યો છે.
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે જમીન, હવામાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યા બાદ હવે દુશ્મનોને અંતરિક્ષમાં પણ મરણતોલ ફટકો આપ્યો છે. ભારતે અંતરિક્ષમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી વિશ્વમાં ડંકો વગાડ્યો છે. આ સિધ્ધિ સાથે ભારત વિશ્વમાં ચોથો દેશ બન્યો છે.
આતંકવાદને નાથવા માટે ભારતે આકરૂ વલણ અપનાવ્યું છે અને જમીન અને હવામાંથી સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીઓને આકરો જવાબ આપ્યો હતો. આ બાદ ભારતે વધુ એક મોટી સિધ્ધિ મેળવી છે. ભારતે અંતરિક્ષમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી દેશને મોટું ગૌરવ અપનાવ્યું છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચોથો દેશ બન્યો છે. દેશ પર નજર રાખી રહેલા વિદેશી સેટેલાઇટને ભારતીય વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં જ તોડી પાડ્યો છે અને મહાશક્તિ તરફ પ્રયાણ કર્યું છે.
જુઓ LIVE TV
દેશની આ સિધ્ધિ અંગે ગૌરવ લેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે રાષ્ટ્ર જોગ સંદેશો આપતાં કહ્યું કે, ભારતે માત્ર ત્રણ મિનિટમાં અવકાશમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી લાઇવ સેટેલાઇટને તોડી પાડ્યો છે. ભારત શાંતિ ઇચ્છે છે, મિશન શક્તિની આ મોટી સફળતા છે.