કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા શિયાળ, પોપટ.. આજે પણ જતાં ડરે છે લોકો
ભારતમાં એક એવું ગામ છે, જ્યાં આજે પણ લોકો જવાની હિંમત કરતા નથી. કહેવામાં આવે છે કે પહેલા ત્યાં કોઈ જતું તો તેને જાનવર બનાવી દેવામાં આવતા હતા. આવો જાણીએ આ ગામની કહાની...
હંમેશા લોકો અલગ-અલગ ગામોમાં જવાની ઈચ્છા રાખે છે અને ત્યાંના કલ્ચરને જુએ છે. પરંતુ ભારતમાં એક એવું ગામ છે, જ્યાં જતાં પહેલા લોકો 100 વખત વિચારે છે. જો કોઈને જવાનું મન કરે તો કોઈ ટેક્સી ચાલક ત્યાં લઈ જવા તૈયાર થતો નથી. લોકોનું તે માનવું છે કે જો આ ગામમાં જશો તો ખબર નહીં પરત આવશો કે નહીં. ઘણા લોકોને ડર રહે છે કે અહીં જવા પર વ્યક્તિને પોપટ, શિયાળ વગેરે બનાવી દેવામાં આવે છે. તેવામાં અહીં જવાનું જોખમ કોઈ લેતું નથી. હવે સવાલ છે કે આ ગામ કયા છે અને આખરે આ ગામ માટે આટલી નેગેટિવ વાતો કેમ ફેલાવવામાં આવે છે.
તો તમને જણાવી દઈએ કે આ ગામ આસામમાં છે. આ આસામની રાજધાની ગુવાહાટીથી 50 કિલોમીટર દૂર છે, જેનું નામ માયોંગ છે. તેનું કનેક્શન મહાભારત સાથે હોવાનું કહેવાય છે. આ ગામ ખતરનાક હોવાનું કારણ છે કાળો જાદૂ. આ ગામમાં એક મોટો વર્ગ કાળા જાદૂનું કામ કરે છે અને અહીં કાળા જાદૂ સાથે જોડાયેલું એક મ્યુઝિયમ છે. આ મ્યુઝિયુમમાં કાળા જાદૂ સાથે જોડાયેલી વસ્તુઓ રાખવામાં આવી છે અને અહીં રિસર્ચ સેન્ટર પણ છે. આ ગામને બ્લેક મેજિક કેપિટલ પણ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ ગામના મોટા ભાગના લોકો કાળા જાદૂને જાણે છે અને ત્યાં સારા અને ખરાબ જાદૂ કરવામાં આવે છે.
કહેવામાં આવે છે કે એક સમયે અહીં મનુષ્યોની બલિ આપવામાં આવતી હતી. આ ગામમાં તે માટે એક સ્થાન પણ છે, જ્યાં કોઈ મુર્તિ નથી અને બલિ અપાતું એક હથિયાર રાખેલું છે. આ મંદિર, છે, પરંતુ ત્યાં કોઈ મૂર્તિ નથી. આ જગ્યા પર ગામની બહારના કોઈ વ્યક્તિની એન્ટ્રી નથી. અહીં જતા લોકો ડરે છે. અહીં બનેલા મ્યુઝિયમમાં અલગ-અલગ વસ્તુઓ છે, જે તંત્ર-મંત્ર વિદ્યા લખેલી છે. એક કહાની તે પણ છે કે એક વખત અહીં વાઘ આદમખોર થઈ ગયો અને તેનાથી બચવા માટે લોકોએ જાદૂથી તેને બેભાન કરી દીધો હતો.
કેવા પ્રકારના થાય છે કાળો જાદૂ?
આ કાળા જાદૂમાં સારા અને ખરાબ બંને પ્રકારના જાદૂ હોય છે. જેમ એક અહીં બાટી ચોરણ મંત્રથી આંખની સમસ્યા દૂર કરવાનો દાવો કરવામાં આવે છે. તો ચોરન મંત્રથી ચોરીની જાણકારી મેળવી શકાય છે અને જોરા મંત્રથી દુખાવો દૂર કરી શકાય છે. તો બન કોટાવાળી વિદ્યાથી ભૂત કાઢવાનો દાવો કરવામાં આવે છે અને તેમાં બીમારી ઠીક કરવા, દુશ્મનને મારવા જેવી વિદ્યા પણ સામેલ છે. પરંતુ અહીંના લોકો ગામની બહારથી આવતા લોકોને આ મંત્ર શીખવતા નથી.
બનાવી દે છે પોપટ, શિયાળ
મનુષ્યોને જાનવર બનાવી દેવાની કહાની પણ જૂની છે. કહેવામાં આવે છે કે એક સમયે અહીં મહિલાઓનું રાજ હતું અને તેનું પરિણામ તે હતું કે કોઈ પુરૂષ ત્યાં જતો નહોતો. આ મહિલાઓ પુરૂષ આવે તો તેને જાનવર બનાવી દેતી અને લાંબા સમય સુધી વશમાં રાખતી હતી. આ કારણે ત્યાં જાનવર બનાવવાની કહાનીઓ પ્રચલિત હતી.