વર્ષ 2021માં 1.5 લાખથી વધુ લોકોએ છોડી દીધી ભારતની નાગરિકતા, સરકારે સંસદમાં આપ્યો જવાબ
Indian Citizenship: જ્યાં વર્ષ 2019માં એકપણ ભારતીયોએ પાકિસ્તાનની નાગરિકતા ન લીધો તો 2021માં 41 ભારતીયો અને વર્ષ 2020માં સાત ભારતીયોએ પાકિસ્તાનની નાગરિકતા અપનાવી હતી.
નવી દિલ્હીઃ દેશના નાગરિકોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નાગરિકતા છોડવાનું ચલણ વધી ગયું છે. વર્ષ 2021માં કુલ કેટલા ભારતીય નાગરિકોએ દેશની નાગરિકતા છોડી કોઈ અન્ય દેશની નાગરિકતા અપનાવી આ સવાલના સંસદમાં આપવામાં આવેલા જવાબે ચોંકાવી દીધા છે. એક લેખિત સવાલના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ સંસદમાં જણાવ્યું કે વર્ષ 2019 કરતા વર્ષ 2021માં કુલ 1 લાખ 63 હજાર 370 લોકોએ ભારતની નાગરિકતા છોડી કોઈ અન્ય દેશની નાગરિકતા અપનાવી લીધી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જવાબ આપતા જણાવ્યું, વર્ષ 2019માં આ આંકડો એક લાખ 44 હજાર 17 હતો. સરકાર દ્વારા પોતાના જવાબમાં રજૂ કરવામાં આવેલી કુલ 123 દેશોની યાદીમાં 6 એવા દેશ છે જેમાં ભારતની નાગરિકતા છોડી વર્ષ 2021માં કોઈ ભારતીયે ત્યાંની નાગરિકતા લીધી નહીં. સૌથી ધ્યાન આપવા જેવી બાબત છે કે 2019માં એકપણ ભારતીયે ભારતની નાગરિકતા છોડી પાકિસ્તાનની નાગરિકતા અપનાવી નહોતી.
આ પણ વાંચોઃ ગમે એટલા તીર લઈ લો, ધનુષ તો મારી પાસે છે, શિવસેનાને ભાજપ તોડી રહી છે: ઉદ્ધવ ઠાકરે
વર્ષ 2021માં 41 ભારતીયોએ લીધી પાકિસ્તાની નાગરિકતા
જ્યાં વર્ષ 2019માં એકપણ ભારતીયે પાકિસ્તાનની નાગરિકતા ન લીધી. તો 2021માં 41 ભારતીયોએ પાકિસ્તાનની નાગરિકતા અપનાવી હતી. જ્યારે વર્ષ 2020માં પાકિસ્તાનની નાગરિકતા લેનારા ભારતીયોની સંખ્યા માત્ર 7 હતી. સરકારને સવાલમાં તેનું કારણ પણ પૂછવામાં આવ્યું હતું જેના જવાબમાં સરકારે કહ્યું કે, આવા બધા નાગરિકતા પોતાના અંગત કારણોથી છોડી છે.
ભારતીયોની પસંદમાં આ દેશ રહ્યાં આગળ
ભારત છોડીને અન્ય દેશોમાં જનારા ભારતીયોની પસંદગીમાં સૌથી ઉપર અમેરિકા તો ત્યારબાદ ઓસ્ટ્રેલિયા રહ્યું છે. ત્યારબાદ ભારતીયો કેનેડાને પસંદ કરી રહ્યાં છે. ચોથા નંબરે ભારતીયો રહેવા માટે બ્રિટનને પસંદ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube