બીજિંગ : યુદ્ધનાં દશકો બાદ ડોકલામ જેવી ઘટના, ઘણા મુદ્દાઓ પર સતત અડંગો અને સીમા વિવાદનાં કારણે ભલે કેટલીક વખત સંબંધોમાં ખટાશ આવી ગઇ હોય. એવામાં ચીનમાં ભારતનાં રાજદૂતે બંન્ને દેશનાં સંબંધો મુદ્દે મહત્વપુર્ણ વાત કહી છે. તેમણે કહ્યું કે, નિશ્ચિત રીતે ભારત અને ચીન વચ્ચે કેટલાક મુદ્દાઓ પર ભારત અને ચીન વચ્ચે મતભેદ છે પરંતુ વિકાસનાં પથ પર આપણે એક બીજાથી અલગ ન થઇ શકીએ. કદાચ સંબંધોમાં આ પ્રકારનાં ઉમળકાનું જ કારણ છે કે, સીમા પર તણાવ પેદા થયા બાદ  પણ બંન્ને દેશની સેનાઓએ શાંતિપુર્વક સમાધાન કાઢવા માટેનાં પ્રયાસો કરી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનમાં ભારતનાં રાજદ્વારી ગૌતમ બંબાવલેએ બુધવારે કહ્યું કે, ભારત અને ચીન પોતાનાં મતભેદ છતા આ સુનિશ્ચિત કરશે કે બંન્ને દેશ મળીને સતત પ્રગતિ અને સમૃદ્ધી માટે કામ કરે. ભારતીય રાજદુતનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આગામી કેટલાક દિવસોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ શંગાઇ સહયોગ સમ્મેલન (SCO) ઉપરાંત દ્વિપક્ષીય ચર્ચા કરવાનાં છે. 

એક મહિના બાદ ફરીથી મળશે મોદી-શી
ચીનનાં સરકારી ટેલિવિઝન (CCTV)ને અપાયેલા એક ઇન્ટરવ્યુમાં બંબાવાલેએ કહ્યું કે, ભારત અને ચીન વિકાસનાં પથ પર એક બીજાથી ક્યારે પણ અલગ થઇ શકે તેમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી ચીનનાં ક્વિંગદાઓમાં 9-10 જુને યોજાનાર એસસીઓ સમ્મેલનમાં જોડાશે. વુહાનમાં ચીની રાષ્ટ્રપતિની સાથે અનૌપચારિક મુલાકાતનાં એક મહિના બાદ ફરીથી બંન્ને નેતાઓ મળવાનાં છે. 

બંન્ને એક બીજાનાં આર્થિક વિકાસમાં સહયોગી
બંબાવાલાએ વુહાનની મુલાકાતને બંન્ને નેતાઓની વચ્ચેનો રણનીતિક સંવાદ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, મને લાગે છે કે રાષ્ટ્રપતિ ચિનફિંગ અને વડાપ્રધાન મોદીની વચ્ચેનો રણનીતિક સંવાદ ગણાવ્યો. તેમણે કહ્યું, મને લાગે છે કે રાષ્ટ્રપતિ ચિનફિંગ અને વડાપ્રધાન મોદી વચ્ચે  વુહાનમાં અનૌપચારિક મુલાકાત વિશ્વનાં બે સૌથી મોટા નેતાઓ દ્વારા એક બીજાની સાથે વાચતીત કરા અને બંન્ને દેશોની વચ્ચે સહયોગ વધારવાનો પ્રયાસ હતો. 

 ભારતીય રાજદુતે કહ્યું કે, વુહાનમાં વાતચીતથી બંન્ને નેતા એક સામાન્ય સંમતી પર પહોંચે છે. પહેલીવાર સૌથી મહત્વપુર્ણ સંમતી છે કે ભારત અને ચીન પ્રગતિ અને આર્થિક વિકાસમાં એક બીજાનાં સહયોગી છે. બીજી મહત્વપુર્ણ સમંતી એ છે કે ભારત અને ચીનની વચ્ચે મતભેદોથી વધારે સમાનતાઓ છે.