નવી દિલ્હી: દુનિયા માટે અફઘાનિસ્તાનથી અમેરિકાનું જતા રહેવું મોટા સમાચાર છે. પરંતુ ભારતના દ્રષ્ટિકોરણથી સૌથી મોટા સમાચાર એ છે કે કતારની રાજધાની દોહામાં તાલિબાનના આગ્રહ પર તાલિબાનના એક નેતા અને કતારમાં ભારતના રાજદૂત વચ્ચે મંગળવારે એક મુલાકાત થઈ. ભારત સરકારના કોઈ પ્રતિનિધિ અને કોઈ તાલિબાની નેતા વચ્ચેની આ પહેલી ઔપચારિક મુલાકાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને તાલિબાન વચ્ચે શું વાત થઈ?
આ મુલાકાત કતારમાં ભારતના રાજદૂત દીપક મિત્તલ અને દોહામાં તાલિબાનના પોલિટિકલ ઓફિસના પ્રમુખ શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝઈ(Sher Mohammad Abbas Stanikzai) વચ્ચે થઈ. જેમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી પર ચર્ચા થઈ અને ભારતના રાજદૂતે તાલિબાનના નેતાને કહ્યું કે તેઓ એ સુનિશ્ચિત કરે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે નહીં થાય. 


શું ભારત તાલિબાનને માન્યતા આપશે?
આ મુલાકાતનો આગ્રહ તાલિબાન તરફથી કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતે પણ આ મુલાકાતની વાતને સાર્વજનિક કરી છે. હવે સવાલ એ છે કે ભારત તાલિબાન સાથે ફક્ત વાત કરી રહ્યું છે કે પછી ભવિષ્યમાં તેને માન્યતા પણ આપશે? તાલિબાનના નેતાઓ એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ પાકિસ્તાનને પોતાનું બીજું ઘર માને છે. જ્યારે ભારતને તેઓ ફક્ત એક ક્ષેત્રીય તાકાત તરીકે જુએ છે. એટલે કે તાલિબાન ભારતને ક્યારેય પાકિસ્તાનની જેમ પ્રાથમિકતા આપશે નહીં. 


Ashraf Ghani ના ભાગી જવાથી કાબુલમાં અરાજકતા ફેલાઈ, તેમણે દેશ તાલિબાનને સોંપી દીધો- જો બાઈડેન


શેર મોહમ્મદ અબ્બાસનો ભારત સાથે ખાસ સંબંધ
શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝઈ(Sher Mohammad Abbas Stanikzai) તાલિબાનની સરકારમાં વિદેશમંત્રી બની શકે છે. મોટી વાત એ છે કે શેર મોહમ્મદ અબ્બાસે દહેરાદૂનમાં ઈન્ડિયન મિલિટ્રી એકેડેમીમાં ટ્રેનિંગ લીધી હતી. ત્યારે તેમના બેચમેટ તેમને પ્રેમથી શેરૂ કહીને બોલાવતા હતા. પરંતુ તેમનો ભારત સાથેનો આ સંબંધ ભારતને કેટલો કામે લાગશે તે જોવાનું રહેશે. 


અફઘાનિસ્તાન સંકટ પર ભારતે કરી નાખી બે મોટી ભૂલ
અફઘાનિસ્તાન સંકટ પર ભારતે બે મોટી ભૂલ કરી નાખી. પહેલી ભૂલ એ કે ભારતે અફઘાનિસ્તાનની જે સરકાર પર પોતાનો જે દાવ લગાવ્યો તે સરકાર પણ ભાગી ગઈ અને તે સરકારની સેના પણ હથિયાર હેઠા મૂકી નાસી ગઈ. જે ભારત માટે મોટો ફટકો બની રહ્યો.  બીજી મોટી ભૂલ એ હતી કે તેણે આંખ બંધ કરીને અમેરિકા પર ભરોસો કર્યો અને અમેરિકાને ફોલો કરતું રહ્યું. જ્યારે આંખ ખુલી ત્યારે અમેરિકા પણ અફઘાનિસ્તાનથી ભાગી ચૂક્યું હતું. એટલે કે જે બે લોકો પર ભારતે વિશ્વાસ કર્યો...એક અફઘાનિસ્તાનમાં ત્યાંની સરકાર, તે પણ ભાગી ગઈ અને બીજુ અમેરિકા...તે પણ ભાગી ગયું. 


વધુ વિગતો માટે જુઓ VIDEO


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube