નવી દિલ્હી : ભારત-ચીન સીમા વિવાદ ( India China Border Dispute) અંગે સર્વદળીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કડક વલણ અખતિયાર કર્યું હતું. ત્યાર બાદવિદેશ મંત્રાલયે પણ ગલવાન વેલી પર દાવો ઠોકનારા ચીનનેવિદેશ મંત્રાલયે આકરો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ગલવાન વેલી પર ભારતની સ્થિતી ઐતિહાસિક રીતે સ્પષ્ટ છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન પોતાનાં મનઘડંત અને ખોટા દાવાઓ સ્વિકારવામાં નહી આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલગામમાં શ્રીનગરમાં સૈન્ય-આતંકવાદી એન્કાઉન્ટર, દક્ષિણ કાશ્મીરમાં 10મું એન્કાઉન્ટર

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, બંન્ને દેશો વચ્ચે એલઓસી મુદ્દે જે પહેલા સમજુતી થઇ છે તેનું ઉલ્લંઘન ચીન દ્વારા કરવામાં આવ્યું છે. મેના મધ્યમાં પણ ચીન તરફથી એસએસી પર ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનો ભારતે યોગ્ય જવાબ આપ્યો હતો. એએસી પર ભારતીય સીમા ક્યાં સુધી છે તેનાથી ભારતીય સેના સારી પેઠે પરિચિત છે અને તે દ્રષ્ટીએ જ પેટ્રોલિંગ કરે છે. 


Solar Eclipse 2020: આ માટે ખાસ છે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, જાણો ક્યારે શરૂ થશે સૂતક કાળ

ભારતે ચીનનાં ગલવાન વેલીનાં દાવાઓને ખોટા ઠેરવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, એલએસી પર ગલવાન વેલી મુદ્દે ચીન પોતે જ પોતાનાં તથ્યોને ખોટા પાડી રહ્યું છે. ગલવાન વેલી ખાતે આવેલ ઐતિહાસિર રીતે બિલકુલ સ્પષ્ટ રીતે છે. ચીન તરફથી નવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે ભારત માટે કોઇ પણ સ્થિતીમાં સ્વિકાર્ય નથી. ચીનનાં તે દાવાને પણ વિદેશ મંત્રાલયે ફગાવ્યો જેમાં જણાવાયું હતું કે, ભારતીય સેનાએ એલએસી પાર કરીને કાર્યવાહી કરી છે. ભારતીય સેનાએ ક્યારે પણ એલએસીને ક્રોસ નથી કરી. જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યા છે તે ભારતીય સીમાની અંદર છે. 


દિલ્હીમાં સરકારી હોસ્પિટલોના કર્મચારીઓની રજાઓ રદ્દ, ઉપરાજ્યપાલે પોતાનો નિર્ણય પરત લીધો

વિદેશ મંત્રાલયના અનુસાર, મે 2020 ની શરૂઆતથી જ બોર્ડર પર ભારતનાં નોર્મલ પેટ્રોલિંગ પર ચીન આડો પગ કરી રહ્યું છે. જેનું પરિણામ એ રહ્યું કે, સીમા પર બંન્ને દેશોની વચ્ચે તણાવ થયો હતો. અમે તે વાતને સ્વિકાર નથી કરતા કે ભારત એકતરફી સ્થિતીમાં પરિવર્તન કરી રહ્યું છે. અમે સીમા પરના તમામ નિયમોનું પાલન કર્યું છે. અમે યથાસ્થિતી જળવાઇ રહે તેના પક્ષમાં છીએ. ભારતીય સીમા ક્યાં સુધી છે તેના વિશે દરેકે દરેક જવાન સારી રીતે પરિચિત છે. તે જ અનુસાર પેટ્રોલિંગ થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube