નવી દિલ્હી :  પુલવામા આતંકી હુમલા પછી મોદી સરકારે મોટું પગલું લઈને પાકિસ્તાન તરફ જતું પોતાના ભાગનું પાણી રોકવાનો નિર્ણય લઈધો છે. આ સાથે જ પાણીને જમ્મુ-કાશ્મીર તેમજ પંજાબ તરફ વાળવામાં આવશે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"203990","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"203991","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


પુલવામા આતંકી હુમલાના પગલે હવે ભારત આકરા પાણીએ છે. બુધવારે એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે જે ત્રણ નદીઓના પાણી પાકિસ્તાનને પહોંચતા હતાં તેના ઉપર પણ હવે પ્રોજેક્ટ બનાવીને તે પાણી અમે પાછુ યમુનામાં લાવવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે હું જળ સંસાધન મંત્રી પણ છું. અમે યમુનાને શુદ્ધ  કરવાનું કામ શરૂ કરી દીધુ છે. કેન્દ્રીય મંત્રી (રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે) નીતિન ગડકરી ગુરુવારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 8530 કરોડ રૂપિયાના રાજમાર્ગ અને મળ પરિશોધન પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરવા જઈ રહ્યાં છે. 


પુલવામા આતંકી હુમલા બાદ શ્રીનગરમાં અર્ધસૈનિક દળોની સુરક્ષાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ હવે બીએસએફ, અસમ રાઈફલ્સ, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી, એનએસજી અને આઈટીબીપીના જવાનોને કાશ્મીર ઘાટીમાં તહેનાતી માટે હવાઈ માર્ગથી જ શ્રીનગર લઈ જવામાં આવશે. સૈનિકોની સુરક્ષાને જોતા હવે તમામ અર્ધસૈનિક દળોના જવાનોને પણ વિમાનથી જ શ્રીનગર લઈ જવાશે. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...