NMC બિલ વિરુદ્ધ ડોક્ટરોની હડતાળ, 24 કલાક રહેશે કામ પ્રભાવિત, દર્દીઓને હાલાકી
લોકસભામાં મંગળવારે એનએમસી બિલ પસાર થયું.
નવી દિલ્હી: લોકસભામાં મંગળવારે એનએમસી બિલ પસાર થયું. ડોક્ટરોના જણાવ્યાં મુજબ તેનાથી નીમ હકિમોને પ્રોત્સાહન મળશે. આથી તેના વિરોધ સ્વરૂપે ઈન્ડિન મેડિકલ એસોસિએશન (IMA)એ બુધવારથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી ડોક્ટરોની હડતાળની જાહેરાત કરી છે. જેના કારણે હોસ્પિટલોમાં સેવાઓ ખોરવાશે. એટલે કે ઓપીડી પ્રભાવિત થઈ શકે છે. આઈએમએ દ્વારા વધુમાં વધુ ડોક્ટરોને આ હડતાળમાં સામેલ થવાની અપીલ કરાઈ છે.
PAKના સીઝ ફાયર ભંગની આડમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકીઓનો સુરક્ષાદળોએ કર્યો ખાતમો
IMAનો વિરોધ
રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ (એનએમસી) બિલને લોકસભામાં પાસ કરી દેવાયાના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ ખુબ વિરોધ પ્રદર્શન કર્યાં. એસોસિએશને દેશભરમાં ઓછી જરૂરી સેવાઓને 24 કલાક માટે બંધ કરવાની વાત કરી હતી. આ દરમિયાન તમામ રાજ્યોમાં પ્રદર્શન અને ભૂખ હડતાળ ચાલુ રહેશે. આઈએમએએ મેડિકલના વિદ્યાર્થીઓને એકજૂથતા દેખાડીને કક્ષાઓનો બહિષ્કાર કરવાનું પણ કહ્યું છે.
ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન(એફઓઆરડીએ) અને રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (આરડીએ) સહિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)એ પણ પોતાના સભ્યોને બેઝ પહેરવાનું કહ્યું છે. આરડીએના એક નિવેદનમાં કહેવાયું છે કે જો સંશોધન ન કરાયું તો તેના પગલે મેડિકલ શિક્ષણના માપદંડોમાં ઘટાડો થશે અને સ્વાસ્થ્ય સેવાઓમાં પણ ગુણવત્તા ઘટશે. ઓપીડી સહિત ઓછી જરૂરી સેવાઓ બુધવારે સવારે છ વાગ્યાથી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે ઈમરજન્સી, દુર્ઘટના, આઈસીયુ અને સંબધિત સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.
જુઓ LIVE TV