ચેન્નાઇ : ભારતીય નૌસેનાએ સોમવારે કહ્યું કે, હાલનાં વર્ષોમાં હિદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની હાજીર વધી છે અને તેઓ ખુબ જ સાવચેતી રાખવામાં આવી રહી છે. તમિલનાડુ અને પુડુચેરી નૌસેન્ય વિસ્તારમાં ફ્લેગ ઓફીસર કમાન્ડિંગ, રિયલ એડમિરલ આલોક ભટનાગર એનએમએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ માહિતી આપી. દર વર્ષે ચાર ડિસેમ્બરે મનાવવામાં આવનારા ભારતીય નૌસેના દિવસની ઉજવણીની જાહેરાત કરવા માટે આ પત્રકારોને સંબોધિત કરી રહ્યા હતા. 
નૌસેનાની ક્ષમતાઓ કોઇ દેશની વિરુદ્ધ નહી

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત્ત થોડા વર્ષોમાં હિન્દ મહાસાગર વિસ્તારમાં ચીનની હાજરી વધી છે. સારી વાત એ છે કે અમે આ વાતની માહિતી છે. અમે ક્ષેત્રમાં તેની ગતિવિધિઓ અંગે જાણીએ છીએ અને અમે ખુબ જ સાવધાનીથી  નજર રાખી રહ્યા છીએ. ભટનાગરે કહ્યું કે, તેમની પાસે અમારી જ જેવો જ અધિકાર છે કે તેઓ વિશ્વનાં કોઇ પણ હિસ્સામાં હાજર રહી શકીએ છીએ. ક્ષેત્રમાં ચીનની હાજરીથી કોઇ પ્રકારનાં ખતરાને પહોંચી વળવા માટે નૌસેનાની તૈયારી અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, ભારતીય નૌસેનાની ક્ષમતાઓ અંગે પુછવામાં તેમણે કહ્યું કે, ભારતીય નૌસેનાની ક્ષમતાઓ મિશન આધારિત હોય છે અને કોઇ દેશની વિરુદ્ધ લક્ષીત નથી હોતી.

મિશનનાં આધારે નૌસેના થઇ વિકસિત
ભટનાગરે કહ્યું કે, થોડા વર્ષોથી ભારતીય નૌસેનાએ એક મિશનનાં આધાર પર પોતાનાં દળને વિકસિત કર્યું છે. અમારી ક્ષમતાઓ કોઇ દેશની વિરુદ્ધ લક્ષિત ન થઇને મિશન આધારિત હોય છે. અમે જ્યારે પણ કોઇ મિશન આપવામાં આવશે, તેને પુરૂ કરવામાં અમે સફળ રહીશું. 1971માં ભારત- પાકિસ્તાન યુદ્ધમાં તેની જીતને મનાવવા માટે દર વર્ષે નૌસેના દિવસ મનાવવામાં આવે છે.