Indian Navy New Flag: છત્રપતિ શિવાજી મહારાજથી પ્રેરિત છે ભારતીય નેવીને નવો ઝંડો, ખાસ જાણો વિગતો
Indian Navy biggest achievement: ભારતીય નેવી માટે આજનો દિવસ ખુબ જ ખાસ રહ્યો. આજે દેશને જે બે વસ્તુઓ મળી છે તેનું ખુબ જ મહત્વ છે. પીએમ મોદીએ આજે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત નેવીને સમર્પિત કર્યું જે અનેક રીતે ખાસ છે અને આત્મનિર્ભર ભારતની તસવીર રજૂ કરે છે. ત્યારબાદ બીજી જે ચીજ છે તે છે નેવીનો નવો ઝંડો. પીએમ મોદીએ નેવીના નવા ઝંડાને પણ રિલીઝ કર્યો. જૂનો ઝંડો અંગ્રેજોના જમાનાનો હતો અને તેને ગુલામી સાથે જોડવામાં આવતો હતો. આવામાં આ નવો ઝંડો દેશને એક અદભૂત નજરાણું છે.
Indian Navy biggest achievement: ભારતીય નેવી માટે આજનો દિવસ ખુબ જ ખાસ રહ્યો. આજે દેશને જે બે વસ્તુઓ મળી છે તેનું ખુબ જ મહત્વ છે. પીએમ મોદીએ આજે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત નેવીને સમર્પિત કર્યું જે અનેક રીતે ખાસ છે અને આત્મનિર્ભર ભારતની તસવીર રજૂ કરે છે. ત્યારબાદ બીજી જે ચીજ છે તે છે નેવીનો નવો ઝંડો. પીએમ મોદીએ નેવીના નવા ઝંડાને પણ રિલીઝ કર્યો. જૂનો ઝંડો અંગ્રેજોના જમાનાનો હતો અને તેને ગુલામી સાથે જોડવામાં આવતો હતો. આવામાં આ નવો ઝંડો દેશને એક અદભૂત નજરાણું છે.
મરાઠા સામ્રાજ્યનું કરાયું સન્માન
જો આ ઝંડાની ડિઝાઈનની વાત કરીએ તો તેમાં મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનું સન્માન જોવા મળે છે. કહેવાય છે કે શિવાજી પાસે પણ એક નૌસેના કાફલો હતો. અહીં ભારતીય નેવીના ઝંડા પર પાંચ નવીન તથ્ય જોડવામાં આવ્યા છે. નવા ધ્વજના ઉપરી કેન્ટન પર રાષ્ટ્રીય ધ્વજ છે. રાષ્ટ્રીય પ્રતિક સાથે એક વાદળી અષ્ટકોણીય આકાર એક લંગર ઉપર બેસે છે. જે નેવીના આદર્શ વાક્ય સાથે ઢાળ પર લગાવવામાં આવે છે.
શિવાજીની વીરતાને દર્શાવે છે નવો ઝંડો
નેવીએ નવા ધ્વજને પ્રદર્શિત કરતા વીડિયોમાં કહ્યું છે કે જુડવા સોનેરી સરહદો સાથે અષ્ટકોણીય આકાર મહાન ભારતીય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની મહોરથી પ્રેરણા લે છે. જેમના દુરંદર્શી સમુદ્રી દ્રષ્ટિકોણે એક વિશ્વનીય નેવી કાફલાની સ્થાપના કરી. 'છત્રપતિ શિવાજી મહારાજના નેવી બેડામાં 60 જહાજ, અને લગભગ 5000 પુરુષો સામેલ હતા. શિવાજી મહારાજના સમય દરમિયાન વધતી મરાઠા નૌસૈનિક શક્તિ બહારી આક્રમણ વિરુદ્ધ સમુદ્ર તટને સુરક્ષિત કરનારી પહેલી સેના હતી.'
અત્યાર સુધી ગુલામીની નિશાનીમાં હતા
નેવીએ કહ્યું કે વાદળી અષ્ટકોણીય આકૃતિ ભારતીય નેવીની મલ્ટીડાઈમેન્શનલ પહોંચ અને મલ્ટીડાઈમેન્શનલ પરિચાલન ક્ષમતાના પ્રતિક આઠ દિશાઓઓનું પ્રતિનિધિત્વ કરે છે. નેવીએ કહ્યું કે લંગરનું પ્રતિક દ્રઢતાનું પ્રતિનિધિત્વ કરે છે.
છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત
પીએમ મોદીએ પણ આ અંગે ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે 2 સપ્ટેમ્બર 2022ની ઐતિહાસિક તારીખે ઈતિહાસ બદલનારું વધુ એક કામ થયું છે. આજે ભારતે ગુલામીના એક નિશાન, ગુલામીના એક બોજને પોતાની છાતી પરથી ઉતારી નાખ્યો છે. આજથી ભારતીય નેવીને એક નવો ધ્વજ મળ્યો છે. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે રામધારી સિંહ દિનકરજીએ પોતાની કવિતામાં લખ્યું હતું કે...
नवीन सूर्य की नई प्रभा, नमो, नमो।
नमो स्वतंत्र भारत की ध्वजा, नमो, नमो...
આજે આ ધ્વજ વંદના સાથે હું આ નવો ધ્વજ નેવીના જનક છત્રપતિ વીર શિવાજી મહારાજને સમર્પિત કરું છું. છત્રપતિ વીર શિવાજી મહારાજે આ સમુદ્રી સામર્થ્યના દમ પર એવી નૌસેનાનું નિર્માણ કર્યું જે દુશ્મનોની ઊંઘ ઉડાવી નાખતી હતી. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા તો તેઓ ભારતીય જહાજો અને તેમના દ્વારા થતા વેપારની તાકાતથી ગભરાયેલા રહેતા હતા. આથી તેમણે ભારતના સમુદ્રી સામર્થ્યની કમર તોડવાનો નિર્ણય લીધો. ઈતિહાસ સાક્ષી છે કે કેવી રીતે તે વખતે બ્રિટિશ સંસદમાં કાયદો બનાવીને ભારતીય જહાજો અને વેપારીઓ પર કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube