Barge P305 Rescue: દરિયામાં ઉછળતા મોજા વચ્ચે કલાકો સુધી તરતા રહ્યા, ચોધાર આંસુએ રડતા નેવીનો માન્યો આભાર
સમુદ્ર વચ્ચે અફળાતી લહેરોમાં કલાકો સુધી ફસાયેલા રહ્યા બાદ જ્યારે બાર્જ P-305 પરથી બચાવેલા લોકો મુંબઈ કિનારે પહોંચ્યા તો તેમની આંખો છલકાઈ ગઈ.
મુંબઈ: સમુદ્ર વચ્ચે અફળાતી લહેરોમાં કલાકો સુધી ફસાયેલા રહ્યા બાદ જ્યારે બાર્જ P-305 પરથી બચાવેલા લોકો મુંબઈ કિનારે પહોંચ્યા તો તેમની આંખો છલકાઈ ગઈ. 184 લોકોને લઈને ભારતીય નેવીનું જહાજ આઈએનએસ કોચ્ચિ જ્યારે તટ પર પહોંચ્યું તો તેમણે પોતાની ડરામણી કહાની મીડિયાને જણાવી. આ તમામ લોકો લાઈફ જેકેટના સહારે સમુદ્રમાં યેનકેન પ્રકારે જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. નેવીનો આભાર વ્યક્ત કરતા એક ક્રૂ મેમ્બરે રડતા રડતા કહ્યું કે 'ખુબ ખુબ આભાર એ લોકોનો. તેમના કારણે જ અમે આજે જીવિત છીએ નહીં તો કોઈ ન બચાવત.'
Cyclone Tauktae Rescue: 'Barge P305' જહાજમાંથી નેવીને મળ્યા 14 મૃતદેહ, હજુ 63 લોકો ગૂમ
અમે તો આશા જ છોડી દીધી હતી
બસમાં બેસતા એક ક્રૂ સભ્યએ કહ્યું કે 'અમારી હાલત ખુબ ખરાબ હતી. ઈન્ડિયન નેવી જ અમને ત્યાંથી બચાવીને લાવી છે. અમને લોકોને તેમણે બે વાગે રાતના પાણીમાં ડૂબી ચૂકેલા બાર્જમાંથી ઉઠાવ્યા. અમે લોકો લગભગ 12 કલાક સુધી ઘૂમતા રહ્યા, પરંતુ કોઈ બચાવનાર નહતું. અમે તો જીવવાની આશા જ છોડી દીધી હતી. બચવું ખુબ મુશ્કેલ હતું. તેમણે અમને લોકોને કેવી રીતે બચાવ્યા તે તો તે લોકો જ જાણતા હશે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube