સમુદ્રમાં 40 KM સુધી દુશ્મનોનો સફાયો કરશે વરુણાસ્ત્ર: મહત્વની સિદ્ધી બનાવ્યો સ્વદેશી ટોર્પીડો
પહેલા સંપુર્ણ રીતે સ્વદેશી ટોરપીડો વરુણાસ્ત (Torpedo Varunastra) 4 મહિનાની અંદર ભારતીય નૌસેનાને મળવાનું ચાલુ થઇ જશે. 40 કિલોમીટર સુધી કોઇ પણ સબમરીનને તબાહ કરવામાં સક્ષણ વરુણાસ્ત્ર 74 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી હુમલો કરવા સક્ષમ છે. આ સ્વદેશી ટોરપીડોથી ભારતનાં યુદ્ધક્ષમતા અને સિંધુ ક્લાસ સબમરીનને લેસ કરવામાં આવશે. નૌસેના 1187 કરોડ રૂપિયામાં આવા 63 ટોરપિડોનાં ઓર્ડર આપી ચુક્યું છે. જેમાં જહાજ અને સબમરીનથી ફાયર થનારા બંન્ને પ્રકારનાં ટોર્પીડોનો સમાવેશ થાય છે. ટોર્પીડો કોઇ સબમરીન કે જહાજને નષ્ટ કરવા માટેનું સૌથી સટીક હથિયાર હોય છે.
નવી દિલ્હી : પહેલા સંપુર્ણ રીતે સ્વદેશી ટોરપીડો વરુણાસ્ત (Torpedo Varunastra) 4 મહિનાની અંદર ભારતીય નૌસેનાને મળવાનું ચાલુ થઇ જશે. 40 કિલોમીટર સુધી કોઇ પણ સબમરીનને તબાહ કરવામાં સક્ષણ વરુણાસ્ત્ર 74 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી હુમલો કરવા સક્ષમ છે. આ સ્વદેશી ટોરપીડોથી ભારતનાં યુદ્ધક્ષમતા અને સિંધુ ક્લાસ સબમરીનને લેસ કરવામાં આવશે. નૌસેના 1187 કરોડ રૂપિયામાં આવા 63 ટોરપિડોનાં ઓર્ડર આપી ચુક્યું છે. જેમાં જહાજ અને સબમરીનથી ફાયર થનારા બંન્ને પ્રકારનાં ટોર્પીડોનો સમાવેશ થાય છે. ટોર્પીડો કોઇ સબમરીન કે જહાજને નષ્ટ કરવા માટેનું સૌથી સટીક હથિયાર હોય છે.
CAAને સંવૈધાનિક જાહેર કરવાની માંગ, સુપ્રીમે કહ્યું દેશ આકરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે
ડોઢ ટન વજનનો ટોર્પીડો હય છે.
વરુણાસ્ત્રનું વજન લગભગ ડોઢ ટન હશે. તેમાં 250 કિલો વોરહેટ હશે, જેમાં હાઇ એક્સપ્લોસિવ હશે. તેમાં લાગેલા ટ્રાસ્ડ્યુસર તેના હુમલાને વધારે ઘાતક અને મોટી એંગલ આપે છે, જેમાં આ કોઇ સબમરીન પર અથવા નીચે બંન્ને તરફ હુમલો કરી શકે છે. તેમાં જીપીએસ લોકેટિંગ એડ લાગેલું છે અને તેના કારણે તેને અચુક નિશાન લગાવવામાં મદદ મળે છે.
16 દેશોનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું કાશ્મીર, સ્થાનિક લોકોએ મોદી સરકારનાં કર્યા ભરપેટ વખાણ
સબમરીનમાં લગાવાશે
વરુણાસ્ત્રને કોલકાતા ક્લાસ, રાજપુત ક્લાસ અને હેલ્ડી ક્લાસ ડિસ્ટ્રાયર્સ ઉપરાંત કમોર્તા ક્લાસ કાર્વેટ્સ અને તલવાર ક્લાસ ફ્રિગેટ્સમાં પણ લગાવવામાં આવશે. ભારતીય નૌસેનાનાં સબમરીન બેડાનીધોરીનસ સમાન સિંધુ ક્લાસની સબમરીમાં પણ તેને લગાવવામાં આવશે.
બીજી પૃથ્વી પર જવા માટે તૈયાર છો? નાસાએ શોધી કાઢ્યો આપણી જેવો બીજો ગ્રહ !
વિદેશમાંથી ખરીદાયેલા ટોર્પીડોનો જ ઉપયોગ
અત્યાર સુધી ભારતીય નૌસેના વિદેશથી ખરીદાયેલા ટોર્પીડોનો જ ઉપયોગ કરતી હતી. ભારતીય નૌસેનાની સૌથી નબળી કડી તેનું સબમરીન જુથ છે. ભારતીય નૌસેના પાસે 9 સિંધુ ક્લાસ, 4 શિશુમાર ક્લાસ સબમરીન ઉપરાંત રશિયા પાસેથી લીઝ પર લીધેલા ન્યૂક્લિયર સબમરીન આઇએનએસ ચક્ર છે.
Big News: દિલ્હીમાંથી ISISના 3 આતંકીઓ પકડાયા
નૌસેના પાસે 18 સબમરીન
સ્વદેશી ન્યૂક્લિયર આઇએનએસ અરિહંત અને સ્વદેશી કન્વેશનલ સબમરીન આઇએનએસ કલવરી અને ખંડેરી પણ નૌસેનામાં સમાઇ ચુકી છે, પરંતુ ભારતીય નૌસેનાની પાસે હજી પણ બસમરીન ઓછી છે. ચીન પાસે 70થી પણ વધારે સબમરી છે. એવામાં દુશ્મન સબમરીનને તોડી પાડવા માટે ટોર્પીડો સૌથી વિશ્વાસપાત્ર હથિયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube