લાખો કર્મચારીઓને બલ્લે બલ્લે, આવતીકાલે થશે બોનસની જાહેરાત! દિવાળી પર ખાતામાં આવશે પૈસા
રેલવે બોર્ડે તેના માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલી દીધો છે. જેને જલદી જ કેબિનેટની મંજૂરી મળી શકે છે. તમને જણાવી દઇએ કે સામાન્યત કેબિનેટ દશહેરા પર રેલવે કર્મચારીઓના બોનસની જાહેરાત કરે છે.
Railways Bonus 2022: દેશના 11 લાખ કર્મચારીઓ માટે ખુશખબરી છે. સરકાર જલદી જ લાખો કર્મચારીઓને દિવાળીની ભેટ આપવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આવતીકાલે કેબિનેટ મીટિંગમાં કર્મચારીઓના બોનસ પર નિર્ણય લેવામાં આવી શકે છે એટલે કે આ વખતે દિવાળી પર તમારા ખાતમાં મોટી રકમ આવી શકે છે.
11 લાખ કર્મચારીઓને મળશે ફાયદો
આવતીકાલે યોજાનારી કેબિનેટ મીટિંગમાં રેલવે કર્મચારીઓ માટે પ્રોડક્શન લિંક્ડ બોનસ પર પોતાની મંજૂરી આપી શકે છે. તમને જણાવી દઇએ કે આવતીકાલે થનારી મીટિંગમાં Non Gazetted કર્મચારીઓને પુરા 78 દિવસના બોનસનો પ્રસ્તાવ રાખવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ 11 લાખ લોકોને ફાયદો મળવાનો છે.
2000 કરોડનો આવશે વધારાનો ખર્ચ
તમને જણાવી દઇએ કે રેલવે કર્મચારીઓના Production Linked બોનસ પર મંજૂરી મળવાની પુરી સંભાવના છે. સરકારના આ નિર્ણયથી રેલવે પર 2000 કરોડનો વધારાનો ખર્ચ આવશે.
મળશે કેબિનેટની મંજૂરી
રેલવે બોર્ડે તેના માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલી દીધો છે. જેને જલદી જ કેબિનેટની મંજૂરી મળી શકે છે. તમને જણાવી દઇએ કે સામાન્યત કેબિનેટ દશહેરા પર રેલવે કર્મચારીઓના બોનસની જાહેરાત કરે છે.
17951 રૂપિયા આવશે બોનસ
જો બોનસની રકમની વાત કરવામાં આવે તો એલિજિબલ રેલવે કર્મચારીઓને પીએલબી ચૂકવણી માટે નિર્ધારિત વેતન કેલકુલેશનની સીમા 7000 રૂપિયા પ્રતિમાહ હશે. એટલે કે 78 દિવસનું બોનસ જો ખાતામાં આવે છે તો વધુમાં વધુ લગભગ 17951 રૂપિયા એકાઉન્ટમાં આવશે.
ગત વર્ષે પણ કરી હતી જાહેરાત
ગત વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2021 માં પણ રેલવેએ પોતાના કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપ્યું હતું. એક રેલવે કર્મચારીને 30 દિવસના મુજબથી 7000 રૂપિયા બોનસ બનશે. એવામાં કર્મચારીને લગભગ 18000 રૂપિયા બોનસ મળશે.