ahmedabad to kutch vande metro train : PM મોદી દેશને આજે પહેલી વંદે મેટ્રો ટ્રેનની ભેટ આપવાના છે. ત્યારે ઉદઘાટન પહેલા આ ટ્રેનનું નામ બદલવામાં આવ્યું છે. રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલી નાખ્યું છે. હવે આ ટ્રેનનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે. 16 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને પ્રથમ વંદે મેટ્રો ભેટ આપવાના છે. જો કે આ પહેલા પણ તેનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે. રેલવે અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ ટ્રેન ભુજથી અમદાવાદનું અંતર 5 કલાકને 45 મિનિટમાં પૂરું કરશે. નમો ભારત રેપિડ રેલ અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. ભુજથી અમદાવાદ વચ્ચે 9 સ્ટેશન પર ટ્રેન રોકાશે. અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે નમો ભારત રેપિડ રેલ. 


  • PM મોદી દેશને આપશે નમો ભારત રેપિડ રેલની ભેટ

  • ભુજથી અમદાવાદનું અંતર 5 કલાકને 45 મિનિટમાં પૂરું કરશે  

  • વંદે મેટ્રો ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે  

  • ભુજથી અમદાવાદ વચ્ચે 9 સ્ટેશન પર રોકાશે ટ્રેન  

  • અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે વંદે મેટ્રો ટ્રેન    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ અને ભુજ વચ્ચે ભારતની નમો ભારત રેપિડ રેલનો આજે શુભારંભ થવા જઈ રહ્યો છે. મુસાફરોની સુવિધા અને ખાસ કરીને કચ્છના લોકો માટેની આ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે, ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલ અમદાવાદ અને ભુજ સ્ટેશનો વચ્ચે શરૂ કરવામાં આવી રહી છે. નમો ભારત રેપિડ રેલ વિવિધ પ્રકારના આધુનિક પ્રવાસના અનુભવો પ્રદાન કરે છે. સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત આ ટ્રેનમાં 12 વાતાનુકૂલિત કોચ છે, જેમાં કેન્દ્રીય રીતે નિયંત્રિત ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, સતત એલઈડી લાઈટિંગ, ઈવેક્યુએશન ફેસિલિટી સાથેના શૌચાલય, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી, ફોન ચાર્જિંગ ફેસિલિટી, એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન ફેસિલિટી અને એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે. તેમાં અદ્યતન અને વધુ સારી સુવિધાઓ આપવામાં આવી છે. 



1150 લોકોની સિટીગ અને 2000 લોકો ઊભા રહીને મુસાફરી કરી શકશે
110 કિમીની ઝડપે આ ટ્રેન 5 થી 5.45 કલાકમાં ભુજથી અમદાવાદ પહોંચશે
અમદાવાદખી ભૂજ અંતર 359 કિમી છે અને તેનું ભાડું 455 ભાડું છે


નમો ભારત રેપિડ રેલની સુવિધામાં એક મોટી સિદ્ધિ છે અને તે કચ્છના આર્થિક વિકાસને વેગ આપશે, રોજગારીની નવી તકો ઊભી કરશે અને સ્થાનિક પ્રવાસનને વેગ આપશે. નમો ભારત રેપિડ રેલનો ઉદ્દેશ્ય દેશના શહેરો વચ્ચે પરિવહનને એક નવો આયામ પૂરો પાડવાનો છે.