Indian Railway: ટિકિટ લો અને મેળવો 10 લાખ રૂપિયાનો વીમો, આ રીતે મળશે લાભ
Indian Railways: જ્યારે તમે IRCTCના માધ્યમથી તમારી ટિકિટ બુક કરાવો છો, ત્યારે તમને યાત્રા વીમાનો વિકલ્પ મળશે. જો તમે યાત્રા વીમાની પસંદગી કરશો તો તમને વીમો કવર આપવામાં આવશે. ઓનલાઈન PNRના માધ્યમથી જે યાત્રિકો ટિકિટ બુક કરાવે છે તેમના માટે આ લાગુ પડે છે.
Indian Railways: લાંબી અને સલામત સવારીની વાત આવે ત્યારે આપણી નજર સમક્ષ રેલવે આવે છે. ભારતીય રેલ ન માત્ર યાત્રિકોને સુવિધા આપે છે પરંતુ સલામત યાત્રાનો પણ વિશ્વાસ આપે છે. તમને ખબર છે ભારતીય રેલવે તમને મુસાફરી કરવાની સાથે 10 લાખ રૂપિયાનો વીમો પણ આપે છે, જો નથી ખબર તો ફિકર નોટ!, અમે તમને એના વિશે જાણકારી આપવાના છીએ. તો અહીં જાણીએ તમે કેવી રીતે રેલવે વીમો મેળવી શકો છો.
રેલવે વીમો શું છે?
તમને જણાવીએ કે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC રેલવે મુસાફરી કરતા યાત્રિકોને માત્ર 35 પૈસામાં અંદાજિત શૂન્ય પ્રિમીયમમાં 10 લાખ રૂપિયા સુધીનો વીમો આપે છે. તેવામાં આ વીમો યાત્રિકો માટે સૌથી સસ્તો અને સારો વીમો કવર યાત્રિકોને મળી શકે છે.
કેવી રીતે મેળવશો વીમો?
જ્યારે તમે IRCTCના માધ્યમથી તમારી ટિકિટ બુક કરાવો છો, ત્યારે તમને યાત્રા વીમાનો વિકલ્પ મળશે. જો તમે યાત્રા વીમાની પસંદગી કરશો તો તમને વીમો કવર આપવામાં આવશે. ઓનલાઈન PNRના માધ્યમથી જે યાત્રિકો ટિકિટ બુક કરાવે છે તેમના માટે આ લાગુ પડે છે.
IRCTCની વેબસાઈટ પ્રમાણે આ બાબતો પર મળશે વીમો-
કાયમી કે આંશિક વિકલાંગતા
ઈજા થવાના કિસ્સા પર હોસ્પિટલ લઈ જવા
યાત્રા દરમિયાન મૃત્યુ થવું
કેટલું મળે છે કવર?
ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ થવા પર 2 લાખ રૂપિયા
આંશિક વિકલાંગતા 7.5 લાખ રૂપિયાનું કવર
પાર્થિવ દેહના પરિવહન માટે 10 હજાર રૂપિયા
રેલ દુર્ઘટનામાં મૃત્યુ કે મોટી ઈજા થવી જેમ કે કાયમી વિકલાંગતા થવા પર 10 લાખ રૂપિયાનું કવર