Indian Railways: રેલવેના ભાડામાં આ લોકોને મળશે છૂટ, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ આ દિવસે કરશે જાહેરાત
Indian Railways Decion For Senior Citizen: આ વખતના બજેટમાંથી સામાન્ય લોકોથી લઈને વરિષ્ઠ નાગરિકો (Senior Citizen) સુધી દરેકને ઘણી અપેક્ષાઓ છે. આ વખતે સરકાર રેલવે ભાડામાં રાહત (Railway Concession)ની જાહેરાત કરી શકે છે. માહિતી આપતાં અશ્વિની વૈષ્ણવે (ashwini vaishnaw) જણાવ્યું કે આ વખતે રેલવેની કમાણીમાં જબરદસ્ત વધારો થયો છે
Indian Railway Concession For Senior Citizen: કેન્દ્ર સરકારનું (Central Government) બજેટ આવવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. સામાન્ય લોકોથી લઈને વરિષ્ઠ નાગરિકો (Senior Citizen) સુધી દરેકને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ વખતે સરકાર રેલ ભાડામાં ડિસ્કાઉન્ટની જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે રેલ્વે ભાડામાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવેલી છૂટ આ બજેટ (Budget 2023) માં પુનઃસ્થાપિત કરવામાં આવી શકે છે. આ અંગે સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
ટ્રેનના ભાડામાં ડિસ્કાઉન્ટ મળી શકે છે
આગામી બજેટમાં વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં રાહત મળી શકે છે. હજુ સુધી રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ સાથે કોઈ વચન આપવામાં આવ્યું નથી, પરંતુ સામાન્ય માણસને આશા છે કે આ વખતનું બજેટ ઘણું ખાસ હોઈ શકે છે.
આ પણ વાંચો :
કચરો સમજીને જૂના ફોનને ફેંકી ના દેતા આ વસ્તુ, ઘર બેઠા આ રીતે કરાવશે લાખોની કમાણી
વજન ઘટાડવાની દવાથી દૂર રહેજો, નહિ તો હાથી જેવુ થઈ જશે શરીર અને ખબર પણ નહિ પડે...
ડાયાબિટીસના દર્દી માટે વરસાન છે આ 5 વસ્તુ, આજથી જ ડાયટમાં સામેલ કરો
રેલવેએ 9 મહિનામાં કેટલી કમાણી કરી?
આ વખતે રેલવેની કમાણીમાં જબરદસ્ત વધારો થયો છે. રેલ્વે દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ એપ્રિલ 2022 થી ડિસેમ્બર 2022 વચ્ચે એટલે કે માત્ર 9 મહિનાના ગાળામાં રેલ ભાડામાંથી 48,913 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી છે.
કમાણીમાં બમ્પર વધારો
આ સિવાય જો આ જ સમયગાળાના પાછલા વર્ષના ડેટા પર નજર કરીએ તો તેમાં 71 ટકાનો વધારો જોવા મળ્યો છે. રેલ્વેની કમાણીમાં બમ્પર વધારા બાદ આ વખતે વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં રાહત મળવાની આશા છે.
અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી
લોકસભામાં રેલ્વે મંત્રીને રેલ્વે કન્સેશન વિશે પૂછવામાં આવ્યું હતું કે શું રેલ્વે ફરીથી ટ્રેન ટિકિટ પર ડિસ્કાઉન્ટની સુવિધા આપશે? આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે 2019-20માં રેલવેએ પેસેન્જર ટિકિટ પર 59,837 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. આ સિવાય સંસદ સાથે જોડાયેલ સ્થાયી સમિતિએ સ્લિપર અને થર્ડ એસીમાં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ટિકિટમાં રાહત આપવાનું સૂચન કર્યું છે.
53% ડિસ્કાઉન્ટ મેળવો
રેલવે મંત્રાલય (Ministry Of Railways)તરફથી મળેલી માહિતી અનુસાર, ટ્રેનમાં મુસાફરી કરતા તમામ નાગરિકોને ભાડામાં સરેરાશ 53 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. આ સાથે દિવ્યાંગજનો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને આ મુક્તિ સિવાય અનેક પ્રકારની છૂટ મળે છે.
આ પણ વાંચો :