2017-18માં 30 ટકા ટ્રેન મોડી: ગત્ત 3 વર્ષમાં સૌથી ખરાબ પ્રદર્શન
રેલ્વે બોર્ડનાં ચેરમેનનાં અધિકારીઓએ 15 દિવસની અંદર આ સમસ્યાને દુર કરવા માટે જણાવ્યું છે
નવી દિલ્હી : ભારતીય રેલ્વે માટે યોગ્ય સમયે ટ્રેનનું સંચાલન કરવાનાં મુદ્દે નાણાકી વર્ષ 2017-19 ગત્ત ત્રણ વર્ષોની તુલનામાં સૌથી ખરાબ રહ્યું. આશરે 30 ટકા ટ્રેન પોતાનાં નક્કી સમય કરતા મોડી રહી હતી. અધિકારીક ડેટા અનુસાર એપ્રીલ 2017 અને માર્ચ 2018ની વચ્ચે 71.39 ટકા ટ્રેન સમયે ચાલી હતી. જે 2016-17 હેઠળ 76.69 ટકાની તુલનાએ 5.30 ટકા ઓછું હતું. વર્ષ 2015-16માં 77.44 ટકા ટ્રેન પોતાનાં નક્કી સમય સીમા પર ચાલી હતી. બીજી તરફ ટ્રેનનાં નબળા સંચાલનનાં કારણે સોશ્યલ મીડિયા પર પણ અનેક વખત ફરિયાદો ઉઠી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, ગત્ત વર્ષે રેલ્વેની જાળવણીનાં ઘણા કાર્ય કરવામાં આવ્યા હોવાનાં કારણે ટ્રેન યોગ્ય સમયે નહોતી ચાલી. વર્ષ 2016-17માં રેલ્વેએ 2687 સાઇટો પર 15 લાખથી વધારે જાળવણી કાર્ય કર્યું જેનાં કારણે મેલ તથા એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન વધાર્યું. ભારતીય રેલ્વે મોટા પ્રમાણમાં ટ્રેકનું અપગ્રેડિંગ, આધુનિકરણ અને નવીનીકરણ કરી રહ્યા છે. બીજી તરફ રેલ્વે ડેટા ઇશ્યું કરીને દાવો કર્યો છે કે ટ્રેકયોગ્ય જાળવણી અને આધુનિકરણનાં કારણે ગત્ત થોડા સમયમાં દુર્ઘટનાઓનાં કિસ્સાઓ સામે આવ્યા છે.
રિપોર્ટ અનુસાર છેલ્લા 35 વર્ષમાં પહેલીવાર દુર્ઘટનાનો આંકડો બે અંકમાં રહી. 2014-15માં 135 તો 2015-16માં 107 રેલ્વે દુર્ઘટનાઓ થઇ. 2016-17માં 104 જ્યારે ગત્ત નાણાકીય વર્ષ એટલે કે 2017-18માં આ આંકડો માત્ર 73 જ રહ્યો હતો. રેલ્વે મંત્રાલયનાં નિર્દેશક રાજેશ દત્ત વાજપેયીએ કહ્યું કે, અમે સુરક્ષા સાથે કોઇ જ સમજુતી કર્યા વગર અને પાટાઓનું ઉન્નયન ટ્રેનોનું સંચાલનમાં સુધાર લાવવાનો પ્રયાસ કરી રહી છે.
બીજી તરફ સુત્રો અનુસાર રેલ્વે બોર્ડનાં ચેરમેન અશ્વિની લોહાનીએ તમામ ઝોનમાં મોડી ચાલી રહેલી ટ્રેનનાં મુદ્દે સંજ્ઞાન લીધું છે. લોહાણીએ ભારતીય રેલ્વેની સમય પ્રતિબંધ વધારવા માટે તમામ જોન્સને 15 દિવસનો સમય આપ્યો છે.