નવી દિલ્હી : જો તમે પણ વારંવાર શિરડી સાંઇ બાબાના દર્શન માટે જઇ રહ્યા હો અને ટ્રેનથી યાત્રા કરી રહ્યા હો તો રેલ્વે તમારા માટે મોટી ગીફ્ટ લઇને આવ્યું છે. હવે શિરડી જનારા ભક્તો રેલ ટીકિટના બુકિંગ સાથે જ સાઇ બાબાના દર્શનની ટીકિટ પણ બુક કરાવી શકશે. રેલવેના આ પગલાનાં કારણે રેલવે દ્વારા શિરડી જનારા લાખો ભક્તોને ઘણી સરળતા રહેશે. રેલવેની નવી યોજના હેઠળ શ્રી શિરડી સાંઇ દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓને દર્શન માટે ટીકિટ બુકિંગ કરાવવાની સુવિધા પસંદગીના સ્ટેશનો પર મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્ટેશનો પર દર્શન માટેની ટીકિટ પણ મળશે. 
જો તમે પણ દર્શન માટે ટીકિટ બુકિંગ કરાવવા માંગો છો તો શિરડી સાંઇનગર, કોપરગાંવ, મનમાડ, નાસિક અને નાગરસોલ રેલ્વે સ્ટેશન માટે ઇટીકિટ બુકિંગ કરાવી તમારા સાઇન દર્શન માટે ઓનલાઇન ટીકિટ બુક કરી શકો છો. રેલવેની આ સુવિધાની શરૂઆત 26 જાન્યુઆરીથી થશે. રેલવે તરફથી આ સુવિધા ચાલુ કરવા અંગે શ્રદ્ધાળુઓ સાઇબાબાના દર્શન માટે જરૂરી ટીકિટ લેવા માટે લાંબી લાઇનોમાં કલાકો સુધી ઉભા રહેવાની જરૂર નહી પડે. 

ફ્રી દર્શન ટીકિટની સુવિધા આગામી ફેઝમાં
યોજના હેઠળ પહેલા તબક્કામાં સાઇ દર્શન માટે ચુકવણી કરવા પર ટીકિટ ઓનલાઇન આપવામાં આવશે. આગામી તબક્કામાં સુવિધાને ફ્રી ટીકિટની વૈદતા ટ્રેનનાં સ્ટેશન પહોંચવાથી માંડીને 48 કલાક સુધી માન્ય રહેશે. હાલ આ પ્રકારની જ સુવિધા વૈષ્ણોદેવીનાં ભક્તો માટે પણ છે. વૈષ્ણોદેવી જનારા યાત્રીઓને કટરા સ્ટેશન પર યાત્રી ટીકિટ મળવાની સુવિધા છે. જો કે યાત્રા પર્ચી અન્ય અલગ અલગ કાઉન્ટરો પર પણ આપવામાં આવે છે. 

22 ટ્રેનોનાં રૂટ વધારવા માટેની જાહેરાત
અગાઉ રેલમંત્રી પીયુષ ગોયલે બુધવારે યાત્રીઓને સુવિધાને ધ્યાને રાખતા 22 ટ્રેનોનાં રૂટ વધારવાની જાહેરાત કરી છે. રેલમંત્રી ગોયલે કહ્યું કે, ટ્રેનોનાં રૂટ વધારીને એક નવા પ્રયોગ કરી રહ્યા છે. ત્યાર બાદ આશા છે કે આ રૂટ પર યાત્રા કરનારા લોકોને તેનો ફાયદો મળશે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, ગતિમાન એક્સપ્રેસને ઝાંસી સુધી વધારવામાં આવી. તેના કારણે લોકોને મુસાફરીમાં સગવડ મળી રહી છે. સમગ્ર નેટવર્કમાં મેનુ અને હમસફર એક્સપ્રેસ ટ્રેનનાં રૂટ પણ વધારવામાં આવ્યા છે.