નવી દિલ્હી: કેરળમાં આવેલા ભયાનક પૂરના ધ્યાનમાં લઇ રેલવેએ મોટો નિર્ણય કર્યો છે. રેલવેએ કેરળમાં મોકલવામાં આવતી રાહત સામગ્રી દેશના કોઇપણ ભાગમાંથી ટ્રેન દ્વારા કેરળ મોકલવામાં રેલવે કોઇપણ પ્રકારનો ચાર્જ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. કેરળના કોઇપણ સ્ટેશન માટે સામન બુક કરાવી શકાશે. ત્યારે રેલવેના વિવિધ મંડળોના મંડળ રેલ મેનેજરે રાહત કાર્યો ઝડપી કરવા માટે કોઇપણ પ્રરકાનો નિર્ણય લેવાની અનુમતી આપી છે. કેરળ તરફ જતી ટ્રેનોમાં કોઇપણ ચાર્જ વગર સામગ્રી મોકવાની વ્યવસ્થા 31 ઓગસ્ટ સુધી ચાલુ રાખવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યાત્રા ટ્રેનોમાં બુક થઇને જશે સામના
દરેક પ્રકારની યાત્રા ટ્રેનમાં હાજર એસએલઆર અથવા પાર્સલ વેનમાં રાહત સામગ્રીને બુક કરી કેરળ મોકલવા પર કોઇ ચાર્જીસ લગાવવામાં નહીં આવે. કેરળમાં રાહત સામગ્રી તાત્કાલીક ધોરણે પહોંચાડવામાં આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે દેશના કોઇપણ ભાગમાંથી સરકારી અથવા અન્ય સંસ્થાઓ તરફથી રાહત કાર્યો માટે મોકલવાની રાહત સામગ્રી બુક કરવવા પર કોઇપણ પ્રકારનો ચાર્જ ન લેવાની વાત કરવામાં આવી છે.


ટ્રેનમાં લગાવવામાં આવશે વધારાના ડબ્બા
ટ્રેનમાં દ્વારા વધુ પ્રમાણમાં રાહત સામગ્રી મોકલવા માટે રેલવે દ્વારા કેરળ જતી ટ્રેનોમાં જરૂરીયાત મુજબ પાર્સલ વેન અથવા તો કોચ વધારવાના આદેશ આપવામાં આવ્યો છે. આ સંબધે ફાઇનલ નિર્ણય મંડળ રેલ મેનેજરને લેવાનો રહેશે. ત્યારે રેલવે રાહત સામગ્રી પર કોઇપણ નુકસાન અથવા યુદ્ધ ચાર્જ નહીં લગાવાનું કહ્યું છે. યુદ્ધ ચાર્જ ત્યાર સુધી લેવામાં આવે છે જ્યાં રેલવે તરફથી ચોક્કસ સમય સીમા પછી પણ બુક કરવામાં આવેલો સામાન સ્ટેશન પર પડી રહ્યો હોય છે.