નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railways) કોરોના કાળમાં નવી નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી રહી છે. રેલવેએ ગત થોડા દિવસો પહેલાં બેટરીથી પાટા પર ટ્રેન દોડાવવાની એક્સપેરિમેન્ટ કર્યા બાદ આ કડીમાં વધુ એક સફળતા ઉમેરાવાની છે. રેલ મંત્રી પીષૂષ ગોયલે જણાવ્યું કે આગામી 3.5 વર્ષોમાં ઇન્ડીયન રેલવેને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિકરણ થઇ જશે. એટલે કે આગામી વર્ષોમાં ભારતીય રેલવે સંપૂર્ણપણે વિજળી ચાલનાર નેટવર્ક બની જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆઇઆઇના એક કાર્યક્રમમાં પીયૂષ ગોયલે કહ્યું કે 'ભારતીય રેલવે 2023 સુધી 100 ટકા વિજળીથી ચાલનાર રેલ નેટવર્ક હશે. આ ઉપરાંત જલદી જ અમે ભારતીય રેલવેના દુનિયાના પહેલાં સ્વચ્છ રેલવે (Clean Railways) થતાં ગર્વ અનુભવશે. ઇન્ડીયન રેલવેએ વર્ષ 2030 સુધી ગ્રીન રેલવેમાં બદલવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. પિયૂષ ગોયલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ'ને પ્રોત્સાહન આપ્યું છે.


રેલવેના કાર્બન ઉત્સર્જનને જીરો અને નેટવર્કને હરિત કરવાના લક્ષ્ય હેઠળ વિદ્યુતીકરણ ક્ષેત્ર અને સોલાર પ્લાન્ટ વડે વિજળી બનાવવાના ક્ષેત્રમાં કામ કરવામાં આવી રહ્યું છે. રેલવેએ 40 હજારથી વધુ રૂટ કિમીનું વિદ્યુતીકરણનું કામ પુરૂ કરી લીધું છે. આ બ્રોડ ગેજ માર્ગોનું 63 ટકા છે. 


રેલવે તરફથી 2014-2020 દરમિયાન 18,605 KM માર્ગનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું, જ્યારે 2009-14માં ફક્ત 3,835 કિલોમીટર માર્ગને વિજળી સાથે જોડાવામાં આવ્યા હતા. રેલવેએ વ્યસ્ત નેટવર્ક પર તમામ માર્ગોને ડિસેમ્બર 2023 સુધી ઇલેક્ટ્રિકિફિકેશન કરવાની યોજના બનાવી છે.  
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube