IRCTC Retiring Room: વધતી ઠંડી અને ધુમ્મસના કારણે લાંબા અંતરની ટ્રેનો અનેક કલાકો લેટ દોડી રહી છે. આવામાં આ ટ્રેનોથી બુકિંગ કરાવનારા મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુસાફરો સામે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોવી કે પછી 'રેલવે રિટાયરિંગ રૂમ'માં સમય પસાર કરવા જેવા વિકલ્પ રહેલા છે. રેલવે તરફથી અપાતી રિટાયરિંગ રૂમ (RR) સુવિધા વિશે દરેકને જાણકારી હોતી નથી. RR માટે 20 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી ચૂકવીને તમે સુવિધાજનક રીતે ટ્રેનની રાહ જોઈ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 સ્ટાર હોટલના રૂમ જેવી સુવિધા
રેલવેના રિટાયરિંગ રૂમમાં તમને તે તમામ સુવિધાઓ મળે છે જે કોઈ 5 સ્ટાર હોટલના રૂમમાં મળતી હોય છે. જો તમારી પાસે કન્ફર્મ કે પછી RAC ટિકિટ હોય તો તમે રિટાયરિંગ રૂમ બુક કરાવી શકો છો. આ માટે તમારે 48 કલાક માટે માત્ર 40 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે. રેલવે સ્ટેશનો પર રિટાયરિંગ રૂમની વ્યવસ્થા મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને અપાય છે. 


મોટા સ્ટેશનો પર રિટાયરિંગ રૂમની સુવિધા
તેનું  બુકિંગ કરાવવા માટે તમારી પાસે કન્ફર્મ ટિકિટ કે પછી આરએસી ટિકિટ હોવી જરૂરી છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, પુના જેવા મોટા સ્ટેશનો પર રિટાયરિંગ રૂમની વ્યવસ્થા હોય છે. તમે ટિકિટના પીએનઆર નંબરના માધ્યમથી રિટાયરિંગ રૂમ બુક કરાવી શકો છો. રિટાયરિંગ રૂમ એસી અને નોન એસી એમ બંને પ્રકારના હોય છે. મુસાફરોને આ રૂમ ફર્સ્ટ કમ-ફર્સ્ટ સર્વના આધારે અપાય છે. 


હાઈકોર્ટનો આદેશ, કોરોનાકાળની સ્કૂલ ફીમાંથી 15 ટકા વાલીઓને પરત આપો


સાસુ-વહુના ઝઘડા પર કોર્ટની તીખી ટિપ્પણી!, કહ્યું- દર વખતે વહુ ખોટી હોય તે જરૂરી નથી


ભાજપના દિગ્ગજ નેતા પર ચાલશે બળાત્કારનો કેસ, SC એ કહ્યું-તમે સાચા છો તો બચી જશો


આ રીતે કરો બુકિંગ
રિટાયરિંગ રૂમના બુકિંગ માટે તમારી પાસે કન્ફર્મ ટિકિટ કે RAC ટિકિટ હોવી જરૂરી છે. આ માટે સૌથી પહેલા રેલવેની વેબસાઈટ https://www.rr.irctctourism.com/#/home પર જવાનું રહેશે. અહીં તમે રિટાયરિંગ રૂમના ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ PNR નંબરની મદદથી તમારું બુકિંગ કરાવી લો. અત્રે જણાવવાનું કે એક PNR નંબર પર એક જ રૂમનું બુકિંગ કરાવી શકાશે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube