Vande Bharat Train Food: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરને જે ભોજન પીરસવામાં આવ્યું તેમાંથી વંદી નીકળવાની ફરિયાદ મળી હતી ત્યારબાદ IRCTC એ તાબડતોબ પગલું  ભર્યું અને સર્વિસ પ્રોવાઈડર પર ભારે ભરખમ  દંડ ફટકારવામાં આવ્યો. અત્રે જણાવવાનું કે વંદે ભારતમાં ખાવાનામાંથી વંદી નીકળ્યાની ફરિયાદ બાદ મુસાફરે IRCTC ને ટ્વિટર પર ટેગ કરતા ફરિયાદ કરી હતી. ત્યારબાદ IRCTC એ આ મામલાને ગંભીરતાથી લીધો અને સર્વિસ પ્રોવાઈડર પર કાર્યવાહી કરી. આ સાથે જ IRCTC એ એવું આશ્વાસન પણ આપ્યું કે આ પ્રકારની ઘટનાઓ આગળ ન ઘટે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેનના ભોજનમાંથી નીકળી વંદી
અત્રે જણાવવાનું કે ખાવાનામાંથી વંદો મળ્યા સંબંધિત ફરિયાદ કરતા સુબોધે ટ્વીટ કરી કે IRCTC વંદેભારત ટ્રેનમાં મારા ફૂડમાં એક કોકરોચ મળ્યો છે. 



IRCTC નું એક્શન
સુબોધની ફરિયાદ બાદ IRCTC એ એક્શન લીધું અને ટ્વીટના જવાબમાં તેની જાણકારી આપી. IRCTC એ જવાબમાં લખ્યું કે સર, આ અપ્રિય અનુભવ બદલ અમે માફી માંગીએ છીએ. આ મામલાને ગંભીરતાથી લેવાયો છે. સંબંધિત સર્વિસ પ્રોવાઈડરને ખાવાનું બનાવતી વખતે યોગ્ય સાવધાની વર્તવાની કડક ચેતવણી અપાઈ છે. આ સાથે જ સર્વિસ પ્રોવાઈડર પર ભારે ભરખમ દંડ ફટકારવામાં આવ્યો છે. તથા રસોઈ પર નિગરાણીને વધુ મજબૂત કરાઈ છે.