Indian Railways: રેલવે ટ્રેક પર W/L અને સી/ફા લખેલા બોર્ડ જોયા છે? તેનો અર્થ ખાસ જાણો નહીં તો પસ્તાશો
જો તમે પણ ક્યારેય ટ્રેનથી મુસાફરી કરી હશે તો તમે જોયું હશે કે રેલવે સ્ટેશન અને ટ્રેક પર અનેક પ્રકારના સાઈન બોર્ડ લાગેલા હોય છે. જેમાંથી કેટલાક સાઈન વિશે તો આપણને ખબર જ નથી હોતી. રેલવે ટ્રેક પર W/L,W,T/P,T/G અને सी/फा લખેલા બોર્ડ પણ તમે જોયા હશે. પરંતુ શું તમને તેનો અર્થ ખબર છે ખરા? ખાસ જાણો.
નવી દિલ્હી: જો તમે પણ ક્યારેય ટ્રેનથી મુસાફરી કરી હશે તો તમે જોયું હશે કે રેલવે સ્ટેશન અને ટ્રેક પર અનેક પ્રકારના સાઈન બોર્ડ લાગેલા હોય છે. જેમાંથી કેટલાક સાઈન વિશે તો આપણને ખબર જ નથી હોતી. રેલવે ટ્રેક પર W/L,W,T/P,T/G અને सी/फा લખેલા બોર્ડ પણ તમે જોયા હશે. પરંતુ શું તમને તેનો અર્થ ખબર છે ખરા? ખાસ જાણો.
W કે W/L નો અર્થ
W કે W/L એક સિટી સાંકેતિક શબ્દ છે. તમને રેલવે ટ્રેકના કિનારે લાગેલા પીળા રંગના બોર્ડ પર W લખેલું કે પછી W કે W/L લખેલું જોવા મળતું હશે. અહીં W નો અર્થ છે Whistle એટલે કે સિટી, જ્યારે W/L નો અર્થ થાય છે Whistle for level crossing એટલે કે W/L લેવલ ક્રોસિંગ માટે સિટી સૂચક શબ્દ છે. સામાન્ય રીતે આ પ્રકારના બોર્ડ રેલવે ક્રોસિંગથી લગભગ 250 મીટરના અંતર પર લાગેલા હોય છે.
सी /फा નો અર્થ
सी /फा પણ એક સિટી સાંકેતિક શબ્દ જ છે. તે W/L નું હિન્દી ભાષાંતર છે. सी /फा નો અર્થ છે સિટી બજાઓ આગે ફાટક હૈ.
W/B નો અર્થ
W/B નો અર્થ whistle for bridge એટલે કે આગળ પૂલ છે સિટી વગાડો એમ થાય છે. આ સાઈન બોર્ડ રેલવે ટ્રેક પર કોઈ પુલ પહેલા લાગેલુ હોય છે. તેને જોઈને ટ્રેનનો લોકો પાઈલટ હોર્ન વગાડે છે.
Corona Virus: સ્વાસ્થ્ય મંત્રાલયે આ 5 રાજ્યોને આપી ચેતવણી, કહ્યું- સ્થિતિ વણસી શકે છે
T/P કે T/G નો અર્થ
T કોઈ ચીજ ખતમ થવા અંગે જણાવે છે. પરંતુ રેલવે ટ્રેક પર લાગેલા T/P સાઈન બોર્ડનો અર્થ Termination of speeds restriction for passanger હોય છે. આ સાઈન બોર્ડ ટ્રેનની Speed Limitation માટે આપવામાં આવે છે.
તમામ દેશોમાં છે અલગ અલગ બોર્ડ
અમેરિકા અને કેનેડામાં ફક્ત W લખેલું હોય છે. જેનો અર્થ થાય છે Whistle. આ સિવાયના અનેક દેશોમાં W/X લખેલું હોય છે. જેનો અર્થ આગળ Multiple Crossing એમ થાય છે. આ જ પ્રકારે યુકેમાં બોર્ડ પર SW લખેલું હોય છે. જેનો અર્થ છે Sound Whistle. જ્યારે ફ્રાન્સમાં કેટલાક અલગ નિયમ છે જ્યાં જો કાળા બોર્ડમાં સફેદ અક્ષરમાં S લખેલું હોય તો તેનો અર્થ Sound અને આ સાથે જ જો J લખેલું હોય તો તેનો અર્થ એ કે અહીં તમે ફક્ત દિવસમમાં જ સિટી વગાડી શકો છો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube