નવી દિલ્હીઃ Bullet Train Project: એક દિવસ પહેલા સમાચાર આવ્યા કે વર્ષ 2026માં અમદાવાદ-મુંબઈ રૂટ પર બુલેટ ટ્રેન ચાલવાની આશા છે. આ સાથે આવનારા સમયમાં અમદાવાદથી દિલ્હી રૂપ પરથી બુલેટ ટ્રેન ચલાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. ત્યારબાદ આ બંને શહેરોનું અંતર 12 કલાકથી ઘટી સાડા ત્રણ કલાક રહી જશે. આ સાથે ઈકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર એક અધિકારીએ જણાવ્યું કે દેશમાં સ્વદેશી રૂપથી નિર્મિત બુલેટ ટ્રેન તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. બુલેટ ટ્રેન 250 કિમી પ્રતિ કલાકની ઝડપ પાર કરવામાં સક્ષમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICF માં ડિઝાઇન કરવામાં આવી રહી છે બુલેટ ટ્રેન
બુલેટ ટ્રેનને વંદે ભારત પ્લેટફોર્મ પર વિકસિત કરવામાં આવી રહી છે અને તે 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલવામાં સક્ષમ છે. આવનારા સમયમાં આ ટ્રેન ભારતીય રેલવેની કોઈપણ વર્તમાન ટ્રેનની ગતિને પાર કરી લેશે. જાણવા મળી રહ્યું છે કે બુલેટ ટ્રેનના કોચને ચેન્નઈ સ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી ડિઝાઇન કરી રહી છે. તેમાં ઘરેલું તકનીક અને નિર્માણને સામેલ કરવામાં આવશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) એ પિલરના કામ અને જમીન અધિગ્રહણ પૂરુ કરી લીધું છે.


320 કિમીની ગતિ સુધી પહોંચવામાં સક્ષમ
બુલેટ ટ્રેનમાં જાપાનની તકનીકનો ઉપયોગ કરવામાં આવશે. વિશેષ રૂપથી અમદાવાદથી મુંબઈ રૂટ માટે શિંકાનસેન E5 સિરીઝ, જે 320 કિમી પ્રતિ કલાકની ગતિ સુધી પહોંચવામાં સક્ષમ છે. ભારતીય રેલવે તરફથી ટ્રેનોની ગતિ વધારવા પર ફોકસ કરવામાં આવ્યું છે. પ્રસ્તાવિત વંદે ભારત બંને વર્તમાન બુલેટ ટ્રેનોની તુલનામાં વધુ સારૂ પ્રદર્શન કરશે. દેશમાં તૈયાર થનારી બુલેટ ટ્રેનને નોર્થ, સાઉથ અને ઈસ્ટ કોરિડોર પર સંચાલિત કરવામાં આવશે. આ ટ્રેનોમાં વધુ સ્વદેશી તકનીક અને નિર્માણનો ઉપયોગ કરવામાં આવશે.


આ પણ વાંચો- ભાજપે અનેક આયાતી નેતાઓને આપી ટિકિટ, અન્ય પાર્ટીઓમાંથી આવેલા 10 મોટા ચહેરા મેદાનમાં


JICA તરફથી આપવામાં આવી રહી છે નાણાકીય સહાયતા
આ પહેલ જાપાનની મદદથી વિકસિત થનાર વેસ્ટ કોરિડોર જેવી હશે. જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય પ્રદાન કરી રહી છે. તો રાષ્ટ્રીય હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)તેનું કામ પૂરુ થવામાં દેખરેખ કરી રહ્યું છે. NHSRCL એ જાન્યુઆરીમાં 300 કિમીનું પિલર કાર્ય પૂરુ કરવા અને 508 કિમી માટે જમીન અધિગ્રહણને અંતિમ રૂપ આપવાની જાહેરાત કરી હતી.


બીજીતરફ લોકસભા ચૂંટણી પહેલા કેટલાક વિભાગો તરફથી ચૂંટણી પરિણામ બાદ 100 દિવસની કાર્યયોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. ભારતીય રેલવે પણ તેમાંથી એક છે. રેલવે તરફથી 2024ની ચૂંટણી બાદ 100 દિવસનો વર્કિંગ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમાં યાત્રીકોની સુવિધાઓ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.