Railway Station In Mizoram: ભારતીય રેલ્વે એ આપણા દેશની જીવન રેખા છે. ભારતમાં દરરોજ કરોડો લોકો મુસાફરી માટે ટ્રેનનો સહારો લે છે. સમગ્ર દેશમાં રેલ્વે નેટવર્ક ખૂબ વિશાળ છે, અને ભારતમાં લગભગ 8,000 રેલ્વે સ્ટેશનો છે. ઘણા રાજ્યોમાં, આ સંખ્યા સેંકડોમાં છે, પરંતુ ભારતમાં એક રાજ્ય એવું પણ છે જ્યાં એક જ રેલવે સ્ટેશન છે. તે રાજ્ય છે મિઝોરમ. હા, તમે સાચું સાંભળ્યું ત્યાં એક જ રેલવે સ્ટેશન છે જ્યાં ટ્રેન પહોંચે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અમે મિઝોરમની વાત કરી રહ્યા છીએ, જ્યાં એકમાત્ર રેલવે સ્ટેશન બૈરાબી છે. ભારતીય રેલ્વેની મુસાફરી આ સ્ટેશન પર સમાપ્ત થાય છે. આ સ્ટેશન બૈરાબી શહેરમાં આવેલું છે, જે મિઝોરમના કોલાસિબ જિલ્લામાં આવેલું છે. આ સ્ટેશન પરથી પેસેન્જર ટ્રેનો ઉપરાંત માલસામાનની પણ હેરફેર થાય છે. મિઝોરમની વસ્તી લગભગ 11 લાખ છે અને સ્વાભાવિક છે કે લોકોને આવવા-જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અન્ય કોઈ રેલવે સ્ટેશન ન હોવાને કારણે રાજ્યના તમામ લોકો મુસાફરી કરવા બૈરાબી પહોંચે છે.


બૈરાબી રેલવે સ્ટેશન પર પણ સુવિધાઓનો અભાવ છે, જ્યાં કુલ ત્રણ પ્લેટફોર્મ જ છે. આ રેલવે સ્ટેશનનો કોડ BHRB છે. સ્ટેશન પર ટ્રેનોની અવરજવર માટે ચાર રેલવે ટ્રેક છે. આ સ્ટેશનનો પૂનર્રવિકાસ 2016માં શરૂ કરવામાં આવ્યો હતો. અગાઉ આ સ્ટેશન હાલના સ્વરૂપ કરતાં નાનું હતું. બૈરાબી રેલ્વે સ્ટેશન આસામના કટાખાલ જંકશન સાથે જોડાયેલ છે જે 84 કિલોમીટરના અંતરે છે. ભારતીય રેલવે તરફથી મિઝોરમમાં બીજું રેલવે સ્ટેશન બનાવવાનો પ્રસ્તાવ પણ છે.


આ પણ વાંચો:
અમદાવાદમાં જેણે 9 લોકોને કચડી નાંખ્યા તે શખ્સ કોણ છે? મોટા ઘરનો નબીરો હોવાનો ખુલાસો
ખૌફનાક નજારો! સીદસર ખાતે મા ઉમિયા મંદિરના પરિસરમાં વેણુ નદીનું પાણી ફરી વળ્યું...

'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube