Indian Railways: જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો ક્યારેય એવું બન્યું કે, તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોવા છતા સીટ ન મળી. આ વાત માનવામાં ન આવે. પરંતુ યુપીના લખનઉ અને બનારસ વચ્ચે દોડનારી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આવી ઘટના સામે આવી છે. જેમાં મુસાફર પાસે કન્ફર્મ ટિકિટ હોવા છતા સિટ નહોતી મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર વિજય કુમાર શુક્લા પોતાના ભાઇ સાથે ટ્રેન નંબર 14204 લખનઉ-વારાણસી ઇન્ટરસિટી એકસ્પ્રેસ ટ્રેનમાં મુસાફરી માટે તૈયાર હતા. સી1 કોચમાં 74 અને 75 નંબરની કન્ફર્મ સીટ હતી. પરંતુ કોચમાં ચઢ્યા બાદ ખબર પડી કે, કોચમાં માત્ર 1થી 73 જ સીટ હતી. 


મુસાફરે આ બાબતની અરજી સંબંધિત વિભાગ અને ઉચ્ચ અધિકારીઓને કરી હતી. જો કે, બાદમાં વિજય શુક્લા અને તેમના ભાઇને સીટ આપવામાં આવી હતી. ટીટીઇ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ સી1 સિવાયના અન્ય કૉચમાં 75 સીટ હતી પરંતુ ઇન્ટરસિટીના જે કૉચમાં સીટ આપવામાં આવી હતી તેમાં માત્ર 73 સીટ હતી.


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube