નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railways)ની કાયાપલટ કરતો મોદી સરકારનો નેશનલ રેલ પ્લાન (National Rail Plan) તૈયાર થઈ ગયો છે. રેલ મંત્રાલય (Ministry of Railway) આજે (શુક્રવાર) સાંજે તેનો ડ્રાફ્ટ રજૂ કરશે. નેશનલ રેલ પ્લાનમાં સંપૂર્ણ ભારતીય રેલેવનું ઇન્ફ્રાસ્ટ્રક્ટર બદલવાનો પ્લાન છે. તેના અંતર્ગત નવી બુલેટ ટ્રેન પરિયોજનાઓથી લઇને સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવાની યોજના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ રેલ પ્લાન અંતર્ગત થશે આ ફેરફાર
ભારતીય રેલવે (Indian Railways)ના નેશનલ રેલ પ્લાન (National Rail Plan) અંતર્ગત વર્ષ 2030 સુધી નવી બુલેટ ટ્રેન યોજનાઓથી લઇને સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવાની યોજના છે. આ ઉપરાંત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિશ્વ સ્તર પર તૈયાર કરવાનું ટેમ્પલેટ તૈયાર કરવામાં આવ્યું છે. રેલવેનું માનીએ તો મોદી સરકાર નેશનલ રેલ પ્લાન દેશમાં રેલવેની કાયાપલટ કરશે.


આ પણ વાંચો:- MSP અને કૃષિ કાયદા પર પ્રધાનમંત્રી મોદીનું અત્યંત મહત્વનું નિવેદન


2050 સુધી જરૂરીયાતો પર ડ્રાફ્ટ તૈયાર
રેલવે બોર્ડ ચેરમેન વિનોદ કુમાર યાદવ (Vinod Kumar Yadav)ના જણાવ્યા અનુસાર, જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં તમામ લોકો પાસેથી સજેશન માંગવામાં આવી રહ્યા છે અને આ પ્લાનમાં 2050 સુધી રેલવેની કઈ કઈ જરૂરિયાત હશે, તેને ધ્યાનમાં રાખી રેલવેને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું ટેમ્પલેટ તૈયાર કરવામાં આવ્યું છે.


વેટિંગ ટિકિટ દૂર કરવાનો પ્લાન તૈયાર
રેલવે બોર્ડ ચેરમેન વીકે યાદવના જણાવ્યા અનુસાર રેલવેએ વેટિંગ ટિકિટ (Waiting Ticket) દૂર કરવાનો પ્લાન પણ તૈયાર કર્યો છે. જો કે, હજી કોરોના કાળમાં રેલવે જે પણ 1089 ટેન ચલાવી રહી છે, તેમાંથી 30થી 40 ટકા ટ્રેનમાં હજી પણ ઘણી ઓછી ઓક્યુપેન્સી પર ચાલી રહી છે. રેલવે તમામ રૂટ પર ચોક્કસ નજર રાખી રહી છે. જ્યાં પેસેન્જરની વધારે ડિમાન્ડ રહે છે ત્યાં અથવા તો અમે ક્લોન ટ્રેન ચલાવી રહ્યાં છે અથવા આ રૂટ પર તમામ ગાડીઓ વધારી રહ્યાં છે. કોરોનાને જોતા ધીરે ધીરે ટ્રનોને રાબેતા મૂજબ શરૂ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- આ રાજ્યમાં Protest કરવા બદલ ખેડૂતોને મળી 50 લાખની નોટિસ, જાણો શું છે મામલો


કોરોના કાળમાં રેલવેને મોટું નુકસાન
રેલવે બોર્ડના ચેરમેનના જણાવ્યા અનુસાર રેલવે પેસેન્જર ટ્રોનોની આવકમાં મોટું નુકસાન થયું છે. ગત વર્ષ 53 હજાર કરોડ રૂપિયાની પેસેન્જર ટ્રેનો દ્વારા આવક થઈ હતી. જે આ વખતે માત્ર 4500 કરોડ રૂપિયાની આવાક થઈ છે. પેસેન્જર ટ્રેનોની આવકમાં 87 ટકા ઘટાડો આવ્યો છે. ત્યારે માલ ભાડાથી 9000 કરોડથી ઓછી રેવેન્યૂ રેલવેને આવી છે. કોરોના કાળને કારણે આ વર્ષે ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. કેમ કે, મોટાભાગની પેસેન્જર ટ્રેનો બંધ રહી અને માલ ગાડી પણ લોકડાઉનમાં ખુબજ વધારે પ્રભાવિત છે.


માલ ગાડીમાં યોગદાન વધારવાનો લક્ષ્યાંક
રેલવે બોર્ડ ચેરમેને જણાવ્યું કે, દેશભરમાં ચાલતી માલ ગાડીનો 27 ટકા યોગદાન રેલવેનો છે. બાકી સામાન માર્ગ અને બીજા અન્ય સાધનોથી થાય છે. રેલવેનો ઈરાદો માલ ગાડીમાં રેલવેની ભાગીદારી વધારવાનો છે. નેશનલ રેલવે પ્લાન (National Rail Plan) અંતર્ગત વર્ષ 2030 સુધી માલ ગાડીમાં રેલવેની ભાગીદારી વધારી 45 ટકા કરવાનો લક્ષ્યાંક છે. તેના માટે રેલવે ઝડપથી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર પણ તૈયારી કરી રહી છે. જેનાથી વધાર માલસામાનને નિર્ધારીત સમય પર દેશભરમાં પહોંચાડી શકાય.


આ પણ વાંચો:- વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનરજીને મળ્યો જબરદસ્ત ઝટકો, દિગ્ગજ નેતાઓના રાજીનામા


એક્સપ્રેસ ટ્રેનોની સ્ટીપ વધારવાનો પ્લાન
નેશનલ રેલ પ્લાન (National Rail Plan)માં રેલવે પેસેન્જર ટ્રેનની ગતી પણ ધીરે ધીરે વધારવામાં આવશે. તેના માટે સાત રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જેના પર એક્સપ્રેસ ટ્રોનની ગતી સેમી હાઈ સ્પીડ કરવાનો રેલવેનો ઈરાદો છે. એટલે કે આ રૂટો પર રેલવે આવનાર દિવસમાં 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરશે. આ સાથે જ ત્રણ નવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પણ નેશનલ રેલ પ્લાનમાં સામેલ કરવામાં આવ્યું છે. જેના પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. એટલે કે રેલવે બોર્ડ ચેરમેનના જણાવ્યા અનુસાર થોડા વર્ષોમાં ભારતીય રેલવેમાં એક મોટો ફરેફાર જોવા મળશે. જેમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન અને યાત્રીઓને મળતી સુવિધાઓ સામેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube