ભારતીય રેલવે દિલ્હી-હાવડા, દિલ્હી-મુંબઈનો મુસાફરી સમય આટલા કલાક ઘટાડશે
ભારતીય રેલવે દ્વારા 100 દિવસનો એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક પાઈલટ પ્રોજેક્ટને સમયમર્યાદાની અંદર પુરા કરવાના આદેશ આપવામાં આવ્યા છે
નવી દિલ્હીઃ ભારતીય રેલવે દ્વારા 100 દિવસનો એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક પાઈલટ પ્રોજેક્ટને સમયમર્યાદાની અંદર પુરા કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સૌથી મોટું પ્લાનિંગ દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા વચ્ચેનો મુસાફરી સમય 5 કલાક સુધી ઘટાડવાનો છે. તેના માટે રેલવે વિભાગ રૂ.13,500 કરોડનું રોકાણ કરશે.
રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'પીયુષ ગોયલ દ્વારા એક પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રેલવે દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા વચ્ચે દોડતી ટ્રેનોની ઝડપ આગામી ચાર વર્ષમાં 160 કિમી પ્રતિ કલાક કરશે. આ માર્ગ પર ઝડપ વધવાને કારણે દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા વચ્ચેનો કુલ મુસાફરી સમય 12થી 10 કલાક જેટલો થઈ જશે. જે વર્તમાનમાં અનુક્રમે 15.5 અને 17 કલાકનો છે.'
વર્તમાનમાં આ માર્ગો પર જે ટ્રેનો દોડો છે તેમાં 30 ટકા મુસાફર ટ્રેન છે અને 20 ટકા માલગાડીઓ દોડે છે, તેમની મહત્તમ ઝડપ 130 કિમી પ્રતિ કલાક છે. દિલ્હી-હાવડા વચ્ચેના 1,525 કિમી લાંબા માર્ગ પર ઝડપ વધારવાનો અંદાજિત ખર્ચ રૂ.6,684 કરોડ છે, જ્યારે દિલ્હી-મુંબઈના 1,483 કિમીના માર્ગનો અપગ્રેડિંગ ખર્ચ અંદાજે રૂ.6,806 કરોડ છે. પ્રસ્તાવ મંજુર થયાના ચાર વર્ષના અંદર આ સમગ્ર પ્રોજેક્ટ પુરો કરી દેવાશે.
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
અધિકારીએ જણાવ્યું કે, આ પ્રસ્તાવ રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલા 11 પ્રસ્તાવમાંનો એક છે, જેને 100 દિવસના અંદર પૂરા કરવાના છે. આ પ્રસ્તાવો પર 31 ઓગસ્ટ, 2019 સુધીમાં કામ શરૂ કરી દેવાના આદેશ પણ આપવામાં આવેલા છે. અધિકારીએ જણાવ્યું કે, આ સમગ્ર પ્લાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા-નિર્દેશોના આધારે તૈયાર કરાયો છે.
રેલવેના નવા પ્લાનમાં દેશની પ્રિમિય ટ્રેન એવી રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસનું ખાનગીકરણ કરવાનો પણ પ્રસ્તાવ છે. આ ઉપરાંત, ટિકિટ બૂકિંગ્સ, ટિકિટ ચેકિંગ, ટ્રેનોને નિયત સમયમાં દોડાવવી, કેટરિંગ સેવાઓ અને અન્ય રેલવે સેવાઓમાં સુધારા કરવામાં આવશે.
જૂઓ LIVE TV....
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....