નવી દિલ્હી : રેલ્વે પોતાના કર્મચારીઓને મોટી સુવિધા આપવાની તૈયારી કરી રહ્યા છે. રેલ્વેની તરફથી કરવામાં આવેલા નિર્ણય અનુસાર હવે કર્મચારીઓ અને સેવાનિવૃત કર્મચારીઓની ચિકિત્સાકાર્ડનાં બદલે ક્રેડિટ કાર્ડ જેવા સ્વાસ્થય કાર્ડ ઇશ્યું કરવામાં આવશે. આ કાર્ડ અંગે વિશિષ્ઠ નંબર અંકિત હશે. રેલ્વે કર્મચારીઓને આપવામાં આવેલ હાલનાં કાર્ડની પ્રક્રિયા ખુબ જ જટીલ છે. હાલ જોનલ રેલ્વેની તરફથી ઇશ્યુ કરાયેલ કાર્ડ બુકલેટ સ્વરૂપે હોય છે જે રેશનકાર્ડ જેવા લાગે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલ્વે બોર્ડનાં આદેશ અનુસાર કર્મચારીઓની સાથે તેમનાં તમામ આશ્રિતોને અલગ પ્રકારની ચિતિક્સા ઓળખ પત્ર ઇશ્યું કરવામાં આવશે. આ કાર્ડ પર સમગ્ર દેશ માટે વિશિષ્ઠ નંબર નોંધાયેલા હશે. આદેશમાં કહેવામાં આવ્યું કે, ભારતીય રેલ્વેનાં કર્મચારીઓ અને અન્ય લાભાર્થીઓને ઇશ્યુ થનારા ચિકિસ્તા ઓળખપત્રમાં એકરૂપતા લાવવા માટે બોર્ડે પ્લાસ્ટિકથી બનેલા કાર્ડને સ્વીકૃતી આપી છે જેનો આકારબેંકની તરફથી ઇશ્યું કરવામાં આવેલ ડેબિટકાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની જેમ હોવી જોઇએ. 

દરેક કાર્ડ પર એક રંગીન પટ્ટી હશે. પટ્ટીનો રંગ કાર્ડ ધારકની શ્રેણી-સેવામાં, સેવાનિવૃત કર્મચારીઓ અથવા આશ્રિતોની ઓળખ કરવામાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં રેલ્વેનાં આશરે 13 લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને તેટલા જ પ્રમાણમાં પેંશનધારક પણ છે. તેમનાં તમામ આશ્રિત હેલ્થકાર્ડનો ઉફયોગ કરવા પાત્ર છે. તેની પહેલા રેલ્વેએ પોતાનાં કર્મચારીઓ માટે યાત્રા અવકાશ છુટનો લાભ આપવાની જાહેરાત કરી હતી. 

નવા નિર્ણયમાં કહેવામાં આવ્યું કે રેલ્વે કર્મચારીઓને 4 વર્ષમાં એક વખત સમગ્ર ભારતમાં એલટીસીનો લાભ ઉઠાવવા માટેની તક આપવામાં આવી શકે છે. મંત્રાલયે કહ્યું કે, સમગ્ર ભારતમાં એલટીસી રેલ્વે કર્મચારીઓ માટે સંપુર્ણ રીતે વૈકલ્પિક હશે.મંત્રાલયે કહ્યું કે સમગ્ર ભારતમાં એલટીસી રેલ્વે કર્મચારીઓ માટે સંપુર્ણ રીતે વૈકલ્પિક હશે. જો કે રેલ્વે કર્મચારીઓ રેલ્વે સેવા પાસ નિયમોથી સંચાલિત થતા રહેશે અને તેના દ્વારા એલટીસી નિયમો હેઠળ સમગ્ર ભારતમાં એલટીસીનો લાભ નિયમો સંબધિત પ્રાવધાનો હેઠળ વિશેષ આદેશ દ્વારા ઉઠાવવામાં આવશે.