અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષામાં તહેનાત થયો કાનપુરનો આ યુવક, ખાસ જાણો તેના વિશે
ઉત્તર પ્રદેશના કાનપુરનો એક સિખ યુવક દુનિયાના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં તહેનાત ગાર્ડ સ્ક્વોર્ડમાં તહેનાત થયો છે.
કાનપુર/નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના કાનપુરનો એક સિખ યુવક દુનિયાના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં તહેનાત ગાર્ડ સ્ક્વોર્ડમાં તહેનાત થયો છે. તેનું નામ અંશદીપ ભાટીયા છે. 1984ના રમખાણોમાં તેના પરિવારે ખુબ ભોગવ્યું છે. ત્યારબાદ તેનો પરિવાર પહેલા લુધિયાણા અને ત્યારબાદ અમેરિકામાં શિફ્ટ થઈ ગયો. ત્યારબાદ તે પોતાની મહેનતથી આગળ વધ્યો અને આજે આ જગ્યાએ પહોંચ્યો.
વાત જાણે એમ છે કે અંશદીપ ભાટીયાનો પરિવાર કાનપુરના બર્રા વિસ્તારમાં રહેતો હતો. તેના પરિવારનો મુખિયા સરદાર અમરીક સિંહ કમલ ગોવિંદ નગર વિસ્તારમાં પંજાબ અને સિંધ બેંકમાં મેનેજર પદે તહેનાત હતો. 1984માં દેશમાં સિખ વિરોધી રમખાણો થયાં. તેમનો પરિવાર પણ તે રમખાણોનો શિકાર બન્યો. આ રમખાણોમાં નાના પુત્રની હત્યા થઈ ગઈ. મોટા પુત્ર દેવેન્દ્રને પણ ગોળીઓ મારવામાં આવી. પરંતુ તે બચી ગયો. 1984ના રમખાણો બાદ તેમના પરિવારે કાનપુર છોડી દીધુ અને લુધિયાણા શિફ્ટ થઈ ગયો. ત્યારબાદ દેવેન્દ્ર સિંહ અમેરિકાના ન્યૂયોર્કમાં શિફ્ટ થઈ ગયાં.
કાનપુરથી લુધિયાણા શિફ્ટ થયા બાદ દેવેન્દ્ર સિંહના લગ્ન થયાં. અંશદીપ ભાટિયા તેમના જ પુત્ર છે. તેમનો જન્મ લુધિયાણામાં થયો હતો. પરિવાર જ્યારે અમેરિકા જતો રહ્યો તો અંશદીપે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સુરક્ષા ગાર્ડમાં સામેલ થવાનું નક્કી કરી લીધુ. પરંતુ તેમના માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે તે સુરક્ષા ગાર્ડ્સમાં સામેલ થવા માટે સામાન્ય વેશભૂષા જ હોવી જોઈએ. અંશદીપ સિખ હતાં તો તેમને સમસ્યા ઊભી થઈ હતી. આ સાથે જ તહેનાતીને લઈને કેટલીક શરતો પણ લગાવવામાં આવી તો અંશદીપે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. લાંબી લડાઈ બાદ સફળતા મળી.
અંશદીપ સિંહ ભાટીયાએ અમેરિકી રાષ્ટ્રપતિના સુરક્ષા ગાર્ડ્સમાં સામેલ થતા પહેલા અનેક જગ્યાઓ પર નોકરી કરી. પરંતુ તેના દિમાગમાં કઈંક અલગ કરી બતાવવાનું જૂનુન હતું. તેમના દાદા કંવલજીત સિંહ ભાટીયાના જણાવ્યાં મુજબ અંશદીપે પહેલા એરપોર્ટ સિક્યોરિટીમાં પણ થોડા દિવસ નોકરી કરી હતી. ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિના સુરક્ષા ગાર્ડ્સમાં સામેલ થતા પહેલા તેની ટ્રેનિંગ થઈ. ટ્રેનિંગ પૂરી થયા બાદ તેને આ અઠવાડિયે એક સમારોહમાં અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષામાં તહેનાત ગાર્ડ સ્વોર્ડમાં સામેલ કરી લેવાયો. આ સાથે જ તે પહેલવહેલી સિખ વ્યક્તિ પણ બન્યો કે જે સંપૂર્ણ ઓળખ સાથે સુરક્ષા ફ્લીટમાં સામેલ થયો.