નવી દિલ્હી: ગલવાન ઘાટીમાં 15 જૂનના પોતાના કમાન્ડીંગ ઓફિસર કર્નલ બી સંતોષ બાબૂના શહીદ થયા બાદ ભારતીય જવાનોને ચીની જવાનો પર કહેર વર્તાવ્યો. ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોએ ચીનની બર્બરતાનો બદલો લીધો. ભારતીય જવાનોએ ચીનના સૈનિકોની ગરદન તોડી દીધી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત-ચીનના સૈનિકો વચ્ચે લગભગ 4 કલાક સુધી ઝડપ ચાલી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહી, ભારતીય સેનાએ ગલવાન ઘાટીમાં ચીનના ગુરૂરને ચકનાચૂર કરી દીધો છે. હિંદના જાંબાજોના શૌર્યથી ચીનની તાકાત પર એવું ગ્રહણ લાગ્યું કે જેની ટીસ ચીન ક્યારેય પણ ભૂલી શકશે નહી. સૂત્રોના અનુસાર ગલવાન ઘાટીની ઝડપમાં ભારતીય સેનાના ચીનના એક કર્નલને જીવતો પકડી લીધો હતો. ભારતીય સેનાના સાથે ટકરાવમાં ચીનના 45 થી 50 સૈનિકો મારી દીધા હતા. 


ગલવાન ઘાટીથી સમાચાર આવ્યા છે, તે ચીનને લઇને વિચારધારા બદલનારા છે. ચીન પોતાની તાકાતને વધારીને બતાવતું આવ્યું છે પરંતુ લદ્દાખની હિંસક ઝડપમાં ભારતે ચીનને જડબાતોડ જવાબ આપ્યો અને તેની સચ્ચાઇ દુનિયા સમક્ષ લાવી દીધી. 


રક્ષામંત્રીએ લદ્દાખની સ્થિતિની કરી સમીક્ષા
રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાઓના પ્રમુખો સથે લદ્દાખમાં સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક કરી. સૂત્રોના અનુસાર રક્ષામંત્રીએ સમીક્ષા બેઠકમાં કહ્યું કે સશસ્ત્ર બળોને વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સેનાને કોઇપણ પ્રકારના આક્રમક વલણ સામનો કરવા માટે પુરી સ્વતંત્રતા આપવામાં આવી છે. ચીનને અડીને આવેલી સીમાની રક્ષા માટે ભારતથી અલગ સામરિક રીત અપનાવશે. ભારતીય બળોને પૂર્વી લદ્દાખ અને અન્ય સેક્ટરોમાં ચીનના કોઇપણ દુસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.